ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના બળાત્કારની ખોટી ફરિયાદમાં હાઈકોર્ટ માંથી મેળવેલ આગોતરા જામીન રદ કરવાની ભોગ બનનારની અરજી જીલ્લા મુખ્ય જજ રદ કરી 10 હજારનો દંડ ફટકાર્યો

ગોધરા બી ડીવીઝન પોલીસ મથકે અલીઅસગર હમજાભાઇ માતરીયાવાલા સાથે ભોગ બનનારને પ્રેમ સંબંધ હોય અને ખોટી રીતે બળાત્કાર કર્યાની ફરિયાદ નોંધાવી હતી. આરોપીએ ગુજરાત હાઈકોર્ટ માંથી આગોતરા જામીન મેળવેલ હોય જામીન અરજી રદ કરવા ભોગ બનનાર અલગ-અલગ તારીખે પોલીસ મથકમાં અરજી કરેલ હોય અને અલીઅસગર માતરીયાવાલાની જામીન અરજી રદ કરવા માટે જીલ્લા મુખ્ય ન્યાયાધીશ સમક્ષ અરજી કરેલ હતી. જે કામે મુખ્ય ન્યાયાધીશ પુરાવાને ધ્યાન લઈ આગોતરા જામીન અરજી રદ કરવાની અરજી દર કરવામાં આવી.

ગોધરા ખાતે રહેતા અલીઅસગર હમજાભાઇ માતરીયાવાલા સાથે ભોગબનનારને પ્રેમ સંબંધ હોય અને ખોટી રીતે બી ડીવીઝન પોલીસ મથકે બળાત્કાર કર્યાની જણાવી ઈ.પી.કો.376(ર)(એન),506(ર)નો ગુનો નોંધાયો હતો. અલીઅસગર માતરીયાવાલાએ ગુજરાત હાઈકોર્ટ માંથી આગોતરા જામીન મેળવેલ હતા. આ જામીન રદ કરાવવા માટે અવારનવાર બી ડીવીઝન પોલીસ મથકે ભોગબનનારે અરજી કરેલ હોય અને જામીન રદ કરવા માટે પંચમહાલ જીલ્લા ડીસ્ટ્રીકટ મુખ્ય જજ સી.કે.ચૌહાણ સમક્ષા જામીન રદ કરવા અરજી કરેલ હોય આ કામે જીલ્લા મુખ્ય જજ સી.કે.ચૌહાણએ પુરાવા, સીસી ટીવી ફુટેજ તથા વકીલ ઈમરાન તેમાં ઈસ્માઈલવાલાની દલીલો તથા રજુઆત વાંધાને ધ્યાને લઈ ભોગબનનારની જામીન રદ કરવાની અરજી રદ કરી રૂા.10,000/-દંડ ફટકારવામાં જે 7 દિવસમાં જીલ્લા લીગલ સર્વિસમાં જમા કરાવવાનો હુકમ કરેલ છે. આમ, જીલ્લા મુખ્ય ન્યાયાધીશ સી.કે.ચૌહાણ એ હુકમ કરી ખોટી અરજીઓ કરનાર અને કોર્ટને ગેરમાર્ગે દોરનારમાં દાખલો બેસે તેવા હુકમ કરવામાં આવ્યો.