
ગોધરા, ગોધરા બી ડીવીઝન પોલીસ મથકના સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુન્હાના નાસતા ફરતા આરોપીને બાતમીના આધારે તૃપ્તી હોટલ ચોકડી પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા બી ડીવીઝન પોલીસ મથક ખાતે આરોપી મનુભાઈ મંગળભાઈ સરાણીયા (રહે.લસબાણીયા, તા. ગોધરા) વિરૂદ્ધ પશુ સંરક્ષણ અધિનિયમ અંંતર્ગત ગુન્હો નોંધાયેલ હોય અને નાસતો ફરતો વોન્ટેડ આરોપી અંગે પેરોલ ફલો સ્ટાફને મળેલ બાતમીના આધારે તૃપ્તી હોટલ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો.