ગોધરા, ગોંધરા શહેર બી ડીવીઝન પો.સ્ટે.માં ગુ.ર.નં.450/2021, ઈ.પી.કો.કલમ 307 વિ.મુજબની ફરીયાદ આપેલ હોય જેમાં ફરીયાદી ફીરદોસ યુસુફ સ્લીયાનાઓ સમાધાન કરતા ન હોય જે વાતની અદાવત રાખી આ કામના આરોપીઓએ મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી રચી આરોપી ઉંમર અબ્દુલગની બદામ, ઓજેફા મોહમદહનીફ દુર્ગા, ઓવેશ ઉર્ફે જુનેદ મોહમ્મદ હનીફ દુર્ગા, નિસાર અબ્દુલગની બદામનાઓએ પોતાની ફોરવ્હીલ ગાડી વડે ફરીયાદીની મોટરસાયકલને ટકકર મારી નીચે પાડી દઇ ફરીયાદીને મારતા મારતા નજીક આવેલા ખેતરમાં લઇ જઇ ફરીયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે આરોપી ઉમર અબ્દુલગની બદામ, ઓજેફા મોહમંદહનીફ દુર્ગાનાએ ફરીયાદીને માથાના ડાબા ભાગે તથા પગના ભાગે તલવાર મારેલ અને આરોપી ઓવેશ ઉર્ફે જુનેદ મોહમ્મદ હનીફ દુર્ગા, નિસાર અબ્દુલગની બદામનાઓએ પોતાના હાથમાં રહેલ લોખંડની પાઇપો મારી દીધેલ અને સાહેદ ફરહાન છોડવવા પડતા તેને પણ ગડદાપાટુ મારમારવા લાગેલા તો વખતે આરોપી અનસ અબ્દુલગની બદામ તથા આરોપી ઇમરાન શોકત મસલીયા ઉર્ફે ડોડવાનાઓ મોટરસાયકલ ઉપર ત્યાં આવેલ અને આરોપી અનસ અબ્દુલગની બદામનાએ ફરીયાદીને પોતાના હાથમાં રહેલી તલવાર વડે મારમારેલ અને આરોપી નં.6નાએ સાહેદ ફરહાનને પગના ભાગે લોખંડની પાઇપો મારી ફરીયાદીને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી એકબીજાની મદદગારી કરી જીલ્લા મેજી.ના હથિયાર જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કરેલ છે. જે અન્વયે ગોધરા બી ડીવીઝન પો.સ્ટે.માં ગુ.ર.નં.330/2023 થી ઇ.પી.કો. કલમ 307, 323, 324, 504, 506(2), 114 જી.પી.એકટ 135 મુજબનો ગુન્હો દાખલ કરેલ. જે કામે ત.ક.અમલદારએ તપાસ કરી નામ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ છે. જે કામે આરોપી/અરજદાર અનસ અબ્દુલગની બદામ રહે, અબરાર મસ્જીદ પાસે, શેખ મજાવર રોડ, ગોધરાનાએ ચાર્જશીટ બાદ નામ.કોર્ટમાં જામીન અરજી ચોથા એડી.જજ, પી.એ.માલવીયામાં દાખલ કરેલ. જે કામે તપાસ કરનાર અધિકારીઓએ નામ. કોર્ટમાં એફીડેવીટ રજુ કરેલ. નામ.કોર્ટમાં ચાર્જશીટ દાખલ થયા બાદ આરોપીએ કરેલ નિયમીત જામીન મેળવવાની અરજી મહે.પંચમહાલ જીલ્લાના ચોથા એડી.ડીસ્ટ્રીક જજ પી.એ.માલવીયાની કોર્ટમાં ચાલી જતાં જીલ્લા સરકારીવકીલ રાકેશ એસ.ઠાકોરનાઓની વિગતવાર દલીલોને ધ્યાને લઇ આરોપી અનસ અબ્દુલગની બદામની જામીન અરજી નામંજુર કરવામાં આવી છે. જેના પરિણામે ગુન્હો આચરતા આરોપીઓમાં ફડફડાટ વ્યાપી જવા પામેલ છે.