ગોધરા,ગોધરા શહેરના બી.એન.ચેમ્બર અને જલારામ પ્લાઝાની વચ્ચે આવેલ સર્વે નં.-191/2 વાળી એનીમી એવકયુ પ્રોપર્ટી હોય જેને લઈ ગોધરા મામલતદાર દ્વારા આ મિલ્કતના કબ્જેદારને ખાલી કરાવીને સરકાર હસતક લઈને પ્રવેશંબીધ કરતી નોટિસ લગાડવામાં આવી હતી. એનીમી પ્રોપર્ટી કબ્જેદારને સોંપાય નહિ તેવા સુપ્રિમ કોર્ટ દ્વારા અવલોકન કરાયુ હોય એક તરફ એનીમી પ્રોપર્ટી(સરકાર હસ્તક)લેવામાં આવી હોવા છતાં મહેસુલ વિભાગના મળતિયાઓ સાથે સાંઠગાંઠ કરી રે.સર્વે.નં.-191/2વાળી પ્રોપર્ટીનુ પાનીયુ અલગ કરીને 2 કરોડ રૂપિયા ઉપરાંત વેચાણ દસ્તાવેજ કરી આ પ્રોપર્ટીમાં વેચાણ રાખનારનુ નામની નગરપાલિકામાં વેરા પાવતી પણ બનેલ છે. એકતરફ એનીમી પ્રોપર્ટી સરકારે કબ્જામાં લીધેલ હોય તેમ છતાં બારોબાર આ મિલ્કતનુ વેચાણ થતાં મહેસુલ વિભાગમાં ચાલતી લાલિયાવાડી છતી થઈ છે.
ગોધરા શહેર બી.એન.ચેમ્બર અને જલારામ પ્લાઝા વચ્ચે આવેલ રે.સર્વે.નં.-191/2વાળી પ્રોપર્ટીની 1975-2013ના વર્ષ સુધી ઈસ્માઈલ આઈ.કંસારા અને તેના વારસદારો ભોગવટો ધરાવતા હતા આ પ્રોપર્ટી એનીમી પ્રોપર્ટી(ઈવેકયુ)હોય જેને 2013ના વર્ષમાં ગોધરા મામલતદાર દ્વારા સર્વે નં.192/2વાળી પ્રોપર્ટીના કબ્જેદાર ભારત ઓટો ગેરેજવાળી મિલ્કતને સરકાર હસ્તક લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. અને આ પ્રોપર્ટી ઉપર મામલતદારે નોટિસ લગાવીને મિલ્કતમાં પ્રવેશબંધીનો આદેશ કર્યો હતો. આ મિલ્કતના માલિક જોષી શ્રીકાંત દેવીપ્રસાદ અને કબ્જેદાર ભારત મોટર ગેરેજને ગોધરા પાલિકા દ્વારા મિલ્કતવેરાનુ બિલ તા.27/07/2023માં આપવામાં આવ્યુ હતુ. અને તા.19/08/2023એ પાલિકા દ્વારા મિલ્કત વેરો બીલમાં છુંગા મોહંમદ હનીફ હુસેનના નામે એનીમી પ્રોપર્ટી જે 2013મમાં સરકાર હસ્તક લેવામાં આવી હતી. જે વેચાણ થઈ શકે તેમ ન હોય છતાં બારોબાર મહેસુલ વિભાગના અધિકારીઓ-કર્મચારીઓના મેળાપીપણામાં મિલ્કતના મુળ માલિકના વરસદારો દ્વારા અન્યને મિલ્કતનો દસ્તાવેજ કરી આપયો હોય જે ગોધરા મહેસુલ વિભાગમાં ચાલતી લાલિયાવાડીને છતી કરે છે.
કબ્જેદાર ભારત મોટર ગેરેજવાળી મિલ્કતમાં ગોધરા તત્કાલિન મામલતદાર અનીલકુમાર ફુલચંદ વસાવા દ્વારા જાહેર નોટિસ મારેલ હતી આ નોટિસ મુજબ
જાહેર નોટિસ..
આથી જાહેર નોટિસ આપવામાં આવે છે કે,191/2 પૈકી વાળી મિલ્કત જે સિટી સર્વે નં.-72(અ)વાળી જમીન સરકારશ્રીની માલિકીની હોય કોઈપણ વ્યકિતએ ગેરકાયદેસર પ્રવેશ કરવો કે કરાવવો નહિ પ્રવેશ ઉપયોગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.-ગોધરા મામલતદાર, એ.એફ.વસાવા