ગોધરા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રાથમિક સુવિધાના અભાવને લઈ એવીબીપી દ્વારા આચાર્યને લેખિત રજુઆત

ગોધરા, ગોધરા આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના પરિસરમાં શૌચાલય સ્વચ્છતા પીવાના પાણી તેમજ વર્ગોમાં પડતી અગવડતા જેવી પ્રાથમિક સુવિધાઓના નિરાકરણા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા લેખિત રજુઆત કરાઈ.

ગોધરા શેઠ પી.ટી. આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ જેવી જુની શૈક્ષણિક સંસ્થા હોવા છતાં કોલેજ પરિસરમાં પ્રાથમિક સુવિધાના અભાવ જોવા મળી રહ્યો છે. કોલેજ પરિસરમાં શૌચાલય, સ્વચ્છતા, પીવાના પાણી તેમજ વર્ગોમાં પડતી અગવડતા વિદ્યાર્થીઓ વેઠી રહ્યા છે. હાલ કોલેજમાં 1500 કરતા વધારે વિદ્યાર્થીઓ વર્તમાનમાં અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે પ્રાથમિક પીવાના પાણી, શૌચાલય જેવી સુવિધાના અભાવ કોલેજ પ્રસાશન માટે શરમજનક છે. ત્યારે કોલેજમાં પ્રાથમિક સુવિધા ન હોવાને લઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગોધરા શાખા દ્વારા કોલેજના પ્રિન્સીપાલને લેખિતમાં રજુઆત કરાઈ છે.