ગોધરા એપીએમસીનું ચુંટણી માટે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરતાં 23 ઉમેદવારી ફોર્મ રદ થયા

  • એપીએમસીના બે ટર્મના ચેમેન રાજેશ ચૌહાણનું ઉમેદવારી ફોર્મ રદ થયુંં

ગોધરા, ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની યોજનાર ચુંટણી માટે ભરાયેલ ઉમેદવારી ફોર્મની ચકાસણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં બે ટર્મથી ચેરમેન રહેલા રાજેશ ચૌહાણનું ઉમેદવારી ફોર્મ રદ સાથે 23 ઉમેદવારી ફોર્મ રદ થયા.

ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીની 31મેના રોજ ચુંટણી યોજાનાર હોય તેના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ આજરોજ ઉમેદવારી ફોર્મ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. ઉમેદવારી ફોર્મ ચકાસણી દરમિયાન એપીએમસીમાં બે ટર્મ ચેરમેન પદ ભોગવી ચુકેલા રાજેશ ચૌહાણનું ઉમેદવારી ફોર્મ રદ થયું હતું. એપીએમસી ચુંટણી માટે વેપાર, સહકારી અને ખેડુત વિભાગ માંથી 69 ઉમેદવારી ફોર્મ ભરાયા હતા. જેમાં વેપાર વિભાગના -7 ઉમેદવારી ફોર્મ, સહકાર વિભાગ-4 ઉમેદવારી ફોર્મ, ખેડુત વિભાગ માંથી 12 ઉમેદવારી ફોર્મ મળી કુલ 23 ઉમેદવારી ફોર્મ રદ થયા ઉમેદવારી ફોર્મ ડમી ઉમેદવારી અને જોગવાઈ મુજબની માહિતીના અભાવે રદ કરાયા છે.