
ગોધરા,
ગુજરાત રાજ્યકક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે ગોધરા એપીએમસીની મુલાકાત લઈ હોદ્દેદારો અને જીલ્લા કૃષિ વિભાગના અધિકારીઓ ઔપચારીક બેઠક યોજી તેમાં નિવેદન આપ્યુંં કે, ખાતરની કૃત્રિમ અછત ઉભી કરેલ છે. તેમ જણાવ્યું.
ગુજરાતમાં નવા નિમાયેલા રાજ્યકક્ષાના કૃષિ મંત્રી બચુભાઈ ખાબડે ગોધરા એપીએમસીની મુલાકાતે આવ્યા હતા. જ્યાં એપીએમસી હોદ્દેદારો અને જીલ્લા કૃષિ વિભાગના અધિકારીઓ સાથે ઔપચારીક બેઠક યોજી હતી. પંચમહાલ જીલ્લામાં રાસાયણિક ખાતરની અછત અંગે નિવેદન આપ્યુંં હતું કે, ખાતરની કૃત્રિમ અછત ઉભી કરેલ વાત છે. જીલ્લામાં ખાતરનો જથ્થો પુરતા પ્રમાણમાં છે. હાલ જીલ્લામાં 85,860 ખાતરની બેગનો જથ્થો ઉપલબ્ધ છે તેમ જણાવ્યું.