ગોધરા શહેરના એ.પી.એમ.સી.ખાતે આવેલા શાકભાજી માર્કેટમાં વેપારીઓની ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા લોકો સાથેનું અસભ્ય વર્તન તેમજ દાદાગીરી અને બીભત્સ શબ્દો નો મારો કરતો વિડિયો વાયરલ થવા પામ્યો છે.વેપારીઓ દ્વારા તેઓને ફાળવવામાં આવેલી જગ્યા કરતા તેઓની હદ બહાર ની જગ્યામાં જાહેર રોડ ઉપર મોટા મોટા શાકભાજીના ઠેલા અથવા તો વાહનો મૂકી લોકોને કે વાહનો ને આવવા જવાનો માર્ગ જ નહી રાખતા દબાણ ઉભુ કરે છે.ત્યારે આ મામલે વેપારીઓ વેપારીઓ વચ્ચે ઘણીવાર ઘર્ષણ નાં બનાવો બનવા પામ્યા છે અને દરરોજ બનતા જ રહે છે.ત્યારે જો સામાન્ય ગામડાનો ગરીબ માણસ જો આ વેપારીઓના શેડ કે દુકાન પાસેથી પસાર થયો તો વેપારીઓ દ્વારા બીભત્સ શબ્દો નો વરસાદ વરસાવી રીતસર ની દાદાગીરી કરતા હોય છે.
ત્યારે ગોધરા એ.પી.એમ.સી.નાં સત્તાધીશો આવા બેફામ અને બેકાબૂ વેપારીઓ ને કોઈક ટકોર કે કોઈ પગલાં લઈ કાર્યવાહી કરશે ખરી….કારણ કે ગોધરા શહેરની મધ્યમાં આવેલું આ મુખ્ય શાકભાજી માર્કેટ હોય માટે જિલ્લા ભરમાંથી ખેડૂતો પોતાના શાકભાજી વાહનો સાથે લેવા કે વેચાણ અર્થે આવતા હોય છે.ત્યારે અહી મહિલાઓ પણ આવતી હોય છે.તેમ છતાં વેપારીઓ દ્વારા કોઈ ની પણ શેહ શરમ રાખ્યા વગર બેકાબૂ બની વાણી વિલાસ કરતા હોવાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો છે.ત્યારે હવે આ મામલે ગોધરા એ.પી.એમ.સી.નાં સત્તાધીશો કયા પ્રકાર ની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.