- 31મેના રોજ ખેડુત વિભાગના 15 ઉમેદવારો વચ્ચે ચુંંટણી જંગ ખેલાશે.
ગોધરા, ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિનુંં 31 મેના રોજ ચુંટણી યોજાનાર છે. તે પહેલા એપીએમસીનું ચુંટણી ચિત્ર થવા પામ્યું. ભાજપ પ્રેરિત સહકાર વિભાગ અને વેપારી વિભાગ પેનલને બિનહરીફ જાહેર કરવામાં આવી હોય 15 ઉમેદવારો વચ્ચે ચુંટણી જંગ યોજાશે.
ગોધરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની 31મેના રોજ 16 હોદ્દેદારો (સભ્યો) ચુંટણી યોજાનાર છે. ગોધરા એપીએમસી ખેડુત વિભાગ, માન્ય વેપારી મત વિભાગ, સહકારી ખરીદ વેચાણ મંડળી મળી ત્રણેય વિભાગો માંથી 46 ફોર્મ માન્ય રહેવા પામ્યા હતા. આજરોજ ઉમેદવારો દ્વારા ભરવામાં આવેલ ફોર્મ પરત ખેંચવાના દિવસે વેપારી વિભાગ માંથી કુલ 9 ફોર્મ માંથી 5 ફોર્મ પરત ખેંચવામાં 4 ફોર્મ જેના લઈ ભાજપ પ્રેરિત વેપારી વિભાગની પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી. સહકારી વિભાગના કુલ 5 ફોર્મ માંથી 3 ફોર્મ પરત ખેંચતા 2 ફોર્મ બાકી રહેતા ભાજપ પ્રેરિત સહકારી વિભાગની પેનલ બિનહરીફ જાહેર કરવામાં આવી. જ્યારે ખેડુત વિભાગમાં કુલ 32 ફોર્મ માન્ય હતા. આજે ફોર્મ પરત ખેંચવાના દિવસે ઉમેદવારો દ્વારા 17 ફોર્મ પરત ખેંચતા 15 ખેડુત વિભાગના ઉમેદવારો વચ્ચે 31 મેના રોજ ચુંટણી જંગ ખેલાશે.