ગોધરા,
ગોધરા શહેર અંકલેશ્ર્વર મહાદેવ પથ્થર તલાવડી વિસ્તારમાં રહેતા ત્રણ ઈસમોને બાતમીના આધારે તાંબા-પિત્તળના વાસણો અને એન્ટીક મૂર્તિ સાથે એલ.સી.બી.પોલીસે ઝડપ્યા તપાસમાં કૃષ્ણનગર સોસાયટીના મકાન માંથી ચોરી કર્યાની કબુલાત કરી.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, અંકલેશ્ર્વર મહાદેવ રોડ પથ્થર તલાવડી ખાતે રહેતા સુનિલ ઉર્ફે સુંગા રાજુભાઈ દંતાણી, રાકેશ ભરતભાઈ દંતાણી, રવિ નારણભાઈ દંતાણી જે અમુલ પાર્લરવાળી ગલીમાં કૃષ્ણનગર સોસાયટીના મકાન માંથી ચોરી કરેલ તાંબા-પિત્તળ-જસત અને એન્ટીક મૂર્તિઓ ચોરી કરી લાવેલ હોય અને તે કોથળામાં ભરી વેચાણ માટે નિકળેલ છે. તેવી બાતમીના આધારે ત્રણે ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. ઝડપાયેલ ઈસમો પાસેથી જુની પિત્તળની એન્ટીક મૂર્તિ વિષ્ણુ ભગવાન, નટરાજ અને સરસ્વતી, લક્ષ્મીજીની પિત્તળની ગણેશજવી તેમજ હાથી, પિત્તળના તપેલા, હિંચકાની મીકસ ધાતુની સાંકળ, તાંબાના બેડા, પિત્તળના બેડા, કથરોટ-3 સહિતના કિંમત 29,750/-રૂપીયાનો મુદ્દામાલ કબ્જે લીધો હતો. ગોધરા એલ.સી.બી.પોલીસે એ ડીવીઝન પોલીસ મથકે નોંધાયેલ ધરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો.