ગોધરા અને હાલોલ તાલુકા ખાતે G-20 અંતર્ગત યુવા સંવાદ કાર્યક્રમ યોજાયા

ગોધરા,વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કુશળ વહીવટને પગલે દેશને G-20 નું અધ્યક્ષસ્થાન મળ્યું છે. ત્યારે Y-20ના માધ્યમથી ગુજરાત તથા પંચમહાલ જીલ્લામાં વધુમાં વધુ યુવાનો દેશ હિત અને વિકાસ માટે જરૂરી પોતાના વિચારો રજૂ કરી શકે તે માટે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં રાજ્યના ગૃહ મંત્રી અને રમત-ગમત મંત્રી હર્ષભાઈ સંઘવીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

જીલ્લાના ગોધરા અને હાલોલ તાલુકા ખાતે પણ વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં યુવા સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગોધરા તાલુકાના વાલૈયા ખાતે નાયબ પોલીસ અધિક્ષક પરાક્રમ રાઠોડની ઉપસ્થિતિમાં તથા હાલોલ તાલુકાના વાકડિયા ખાતે ડો.હર્ષદ મેહરાની અધ્યતામાં યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વક્તાઓ દ્વારા યુવાઓની સમાજમાં ભૂમિકા, આરોગ્ય તેમજ રમત ગમત વિષયો પર જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ યુવા સંવાદ તકે જીલ્લા પંચાયત દંડક અરવિંદસિંહ પરમાર, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ પ્રેમિલાબેન પરમાર,પૂર્વ ઉપપ્રમુખ ગોપાલભાઈ પટેલ, તાલુકા પંચાયતના સદસ્યો, સરપંચ સહિત જીલ્લા અને તાલુકાના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.