ગોધરા, ગોધરા-આણંદ રેલ્વે લાઈન ઉપર ટીમ્બા રેલ્વે સ્ટેશન પાસે માલગાડીના ત્રણ ડબ્બાઓ ટ્રેક ઉપરથી ઉતરી જતાં રેલ્વેના ઉચ્ચ અધિકારીઓની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી.
ગોધરા-આણંદ રેલ્વે લાઈન ઉપરથી ટીમ્બા રેલ્વે સ્ટેશન પાસે વન્ડર સીમેન્ટ ફેકટરી માટે સીમેન્ટનો જથ્થો ખાલી કરવા માટે માલગાડી ઉભેલ હતી. ઉભેલ માલવાડી રેક અચાનક 5 કિમી સુધી બેક આવતાંં ગુડર્સ ટ્રેનના પાછળના ત્રણ ડબ્બાઓ રેલ્વે ટ્રેક ઉપરથી ઉતરી ગયા હતા. માલગાડીના ત્રણ ડબ્બાઓ પાટા ઉપરથી ઉતરી જતાં રેલ્વે વ્યવહારને અસર જ થાય તે માટે રેલ્વે વિભાગના ઉચ્ચઅધિકારીઓની ટીમ ધટના સ્થળે દોડી આવી હતી.