ગોધરા-આણદ રેલ્વે સેકશન પર ડબલ ટ્રેક કામગીરીને લઈ 15 દિવસનો મેગા બ્લોક

ગોધરા-આણંદ રેલ્વે સેકશન પર ટ્રેક ડબલીંગની કામગીરીને લઈ પશ્ચિમ રેલ્વે દ્વારા આજથી 15 દિવસનો મેગા બ્લોક લેવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન મેમુ ટ્રેન રદ કરાઈ છે. જ્યારે એકસપ્રેસ ટ્રેનને કાયવર્ટ કરાઈ છે.

પશ્ચિમ રેલ્વે દ્વારા ગોધરા-આણંદ સેકશન પર કરોડોના અર્થે વિકાસના કામ કરવામાંં આવી રહ્યા છે. આ રૂટ પરનો સિંગલ રેલ્વે ટ્રેકને હાલ ડબલીંગ કરવામાં આવ્યો છે. જેને લઈ રેલ્વે વિભાગે સમયાંતરે બ્લોક લઈને મોટાભાગની કામગીરી પુરી કરવામાં આવી છે. ત્યારે ગોધરા-આણંદ રેલ્વે સેકશન પર વધુ 15 દિવસના મેગા બ્લોકની જાહેરાત કરવામાંં આવી છે. 25 જુલાઈ થી 10 ઓગસ્ટ સુધી લાગુ રહેશે. જેને લઈ કેટલીક મુસાફર ટ્રેનને અસર થઈ છે. જેમાંં આણંંદ-ગોધરા અને ગોધરા-આંણદ મેમુ ટ્રેન સેવા 15 દિવસ બંંધ રહેશે. જ્યારે આ રૂટ ઉપર દોડતી કેટલીક એકસપ્રેસ ટ્રેનોને અન્ય માર્ગ ઉપર ડાયવર્ટ કરવામાંં આવી છે.

Don`t copy text!