ગોધરા-આણંદ રેલ્વે માર્ગ ઉપર ડબલીંગ કામગીરીને લઇ 20મે થી 4 જુન 16 દિવસ માટે રદ કરાઈ

ગોધરા,ગોધરા-આણંદ રેલ્વે માર્ગને ડબલીંગની કામગીરી કરાઈ રહી છે. જેને લઈ 20 મે થી 4 જુન સુધી 4 મેમુ ટ્રેન 16 દિવસ માટે રદ કરવામાં આવી છે.

ગોધરા-આણંદ રેલ્વે લાઈન ઉપર ડબલીંગની કામગીરી હાથ ધરાઈ છે. કરોડો રૂપીયાના ખર્ચે ગોધરા-આણંદ વચ્ચેની સીંગલ લાઈનને ડબલીંગ કરવાની કામગીરીને લઈ મેગાબ્લોકની જાહેરાત કરવામાં આવી છે. ગોધરા-આણંદ રેલ્વે લાઈન ઉપરથી પસાર થતી અને આણંદ-ગોધરા સેકશન ઉ5ર દોડતી 4 મેમુ ટ્રેન 16 દિવસ માટે એટલે કે, 20મે થી 4 જુન સુધી રદ કરવામાં આવી છે.