ગોધરા આનંદનગર સોસાયટી પતંગ દોરીમાં ફસાયેલ ધુવડને 1962 કરૂણા એમ્બ્યુલન્સ દ્વારા જીવ બચાવ્યો

ગોધરા, ગોધરા આનંદનગર સોસાયટીમાં પતંગ દોરીમાં ધુવડ ફસાયું હોય તેવા કરૂણા એમ્બ્યુલન્સ 1962ને કોલ આવતા કરૂણા એમ્બ્યુલન્સની ટીમે ધટના સ્થળે દોડી આવી હતી. પતંગ દોરીમાં ફસાયેલા ધુવડને દોરી માંથી બહાર કાઢીને બચાવી લેવાયું અને પશુ દવાખાનામાં લઇ જઈ સારવાર આપી મોતના મુખ માંથી બચાવી લેવામાં આવ્યું.

ગોધરા સાયન્સ કોલેજ રોડ ઉપર આવેલ આનંદનગર સોસાયટીમાં પતંગની દોરીમાં ધુવડ ફસાયેલ હોય તેવા કરૂણા એમ્બ્યુલન્સ 1962ને સ્થાનિક રહિશ દ્વારા કોલ કરવામાં આવ્યો હતો. કોલ મળતા 1962ના પાયલોટ રાજેન્દ્રસિંહ ચૌહાણ અને ર્ડાકટર મલ્હાર ખાંટ ધટના સ્થળે દોડી આવ્યા હતા. પતંગ દોરીમાં ફસાયેલ ધુવડને બહાર કાઢીને આબાદ રીતે બચાવી લેવામાં આવ્યું હતું. ધુવડ પતંગ દોરીથી ધાયલ થયેલ હોય તેને પશુ દવાખાનામાં લઈ જઈ સારવાર આપી મોતના મુખ માંથી બચાવી લેવામાં આવ્યું.