
ગોધરા- આણંદ મેમુ ટ્રેનને બે દિવસ માટે મેન્ટેનન્સ કામને લઈ બંંધ રાખવામાં આવનાર છે. જેથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે અનુરોધ કરાયો.
ગોધરા-આણંદ મેમુ ટ્રેનને શનિ-રવિવારના બે દિવસ માટે રેલ્વે ટ્રેકના સમારકામને લઈ બંધ રાખવામાં આવનાર છે. શનિ અને રવિવારના દિવસે આણંદ-ગોધરા સેકશનના સદનાપુરા ઓડ અને ઉમરેઠ સ્ટેશનો ઉપર વિવિધ કામો કરવામાંં આવનાર છે. બે દિવસ મેમુ ટ્રેન બંધ રહેતા ગોધરા થી ડાકોર દર્શન જતાં ભકતોને વૈકલ્પિક વ્યવસ્થા કરવા રેલ્વે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો.