- રેલ્વે સ્ટેશનની સ્વચ્છતા માટે27 સફાઈ કર્મીઓ અને કચરાનો નિકાલની કોન્ટ્રાકટરની જવાબદારી.
- રેલ્વે પોસ્ટ કચેરી સામે કચરાના ઢગલાં કરવામાં આવ્યા.
ગોધરા, ગોધરા જંકશન રેલ્વે સ્ટેશનના ભારતીય રેલ્વે દ્વારા અમૃત ભારત રેલ્વે સ્ટેશનમાં સમાવેશ કરવામાં આવ્યા છે. ત્યારે રેલ્વે સ્ટેશનમાંં સ્વચ્છતાના માટે ખાસ ધ્યાન આપીને સફાઈનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો છે અને રેલ્વે સ્ટેશન ખાતે ત્રણ પાળીમાં સ્વચ્છતા કર્મીઓ સાફ સફાઈ કરવાની થતી હોય છે અને 27 જેટલા સફાઈ કર્મીઓ હોવા છતાં સફાઈ કોન્ટ્રાકટર દ્વારા સ્ટેશન માંથી એકઠો થયેલ કચરાનો નિકાલ કરવાનો થતો હોય તેમ છતાં છેલ્લા એક સપ્તાહ ઉપરાંતથી કોન્ટ્રાકટ દ્વારા કચરાનો ઢગલાઓ રેલ્વે પોસ્ટ ઓફિસ સામે કરવામાં આવ્યો છે. તે જોતાં સ્ટેશન માસ્તરની કોન્ટ્રાકટર ઉપર રહેમનજર હોવાનું ફલિત થઈ રહ્યું છે.
ગોધરા રેલ્વે સ્ટેશનને અમૃત ભારત રેલ્વે સ્ટેશન જાહેર કરવાની સાથે સ્ટેશનના નવિનીકરણ તેમજ સ્વચ્છતા ઉપર ખાસ ધ્યાન દોરવામાં આવ્યું છે. રેલ્વે સ્ટેશનની સાફ સફાઈ તેમજ એકઠા થયેલ કચરાના નિકાલ સાથેનો કોન્ટાકટ આપવામાં આવે છે અને સ્ટેશનમાં સવા-સાંજે અને રાત્રીના સમયે એમ ત્રણ પાળીમાં સાફ સફાઈ માટે 27 જેટલા સફાઈ કર્મચારીઓ રાખવામાં આવ્યા છે. રેલ્વે સ્ટેશનમાં સફાઈ કર્યા બાદ એકઠા થયેલ કચરાનો નિકાલ કોન્ટ્રાકટર દ્વારા કરવાનો થતો હોય છે. તેમજ રેલ્વે સ્ટેશનમાં સ્વચ્છતા માટે ફાળવવામાં આવેલ સફાઈ કોન્ટ્રાકટમાં સ્ટેશનમાં સ્વચ્છતાના અંગેની તપાસ સ્ટેશન માસ્તર દ્વારા કરવાની થતી હોય છે. સ્ટેશનમાં સાફ સફાઈના કોન્ટ્રાકટર દ્વારા એકઠો થતો કચરાનો નિકાલ કરવાનો થતો હોય છે. તેમ છતાં કોન્ટ્રાકટર દ્વારા સ્ટેશન માંથી સફાઈ દ્વારા ભેગા થયેલ કચરાના થેલાઓ રેલ્વે પોસ્ટ ઓફિસની સામે ઢગલાં કરવામાં આવ્યા છે.
જ્યારે ગોધરા રેલ્વે સ્ટેશનને અમૃત ભારત રેલ્વે સ્ટેશનનો દરજજો આપવામાં આવ્યો હોય અને સ્ટેશનની સ્વચ્છતા માટે ખાસ દિશા નિર્દેશ હોય તેમ છતાં સાફ-સફાઈ બાદ ભેગા થયેલ કચરાનો નિકાલ નહિ કરી રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ઢગલો કરવાનો હોય તો આ કેવા પ્રકારની સ્વચ્છતા ગણી શકાય છે. સફાઈ કોન્ટ્રાકટર અને સ્ટેશન માસ્તર તેમજ અન્ય કર્મચારીઓને મેળાપીપણા અને રહેમનજરથી સ્ટેશનની સ્વચ્છતા અંગેના માપદંડમાં પાણી બાંધછોડ કરાતી નજરે પડી રહી છે. એવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે કે, રેલ્વે સ્ટેશનની સ્વચ્તા માટે ત્રણ પાળીમાં 27 જેટલા સફાઈ કર્મીઓ મુકવામાં આવેલ નથી. સ્ટેશન માસ્તર દ્વારા અમૃત ભારત રેલ્વે સ્ટેશનમાં સમાવેશ થયેલ ગોધરા રેલ્વે સ્ટેશનના સફાઈ કોન્ટ્રાકટર સાથે થયેલ કરાર મુજબ એકત્રિત થયેલ કચરાના નિકાલની અમલવારી કરવામાં આવે તે જરૂરી છે.