દે.બારીયા,ભાજપ આવતી સામાન્ય લોકસભાની ચુંટણીમાં 33 ટકા મહિલા ઉમેદવારોને ઉભા કરે તેવી શકયતાની વચ્ચે ગોધરાની બેઠક ઉપર ગુજરાત રાજ્યના પ્રથમ પૂર્વ મહિલા મુખ્યમંંત્રી આનંદીબેન પટેલના પુત્રી અનાર પટેલનું નામ બોલાઈ રહ્યું છે. જ્યારે દાહોદમાં કોંગ્રેસના મહિલા માજી સાંસદ પ્રભાબેન તાવિયાડ અને ચંદ્રીકાબેન જે એસ.ટી.માં આવે છે કે, નહિ તે જાણવું રહ્યું. જ્યારે દાહોદ સીટ ઉપર શંકરભાઇ અમલીયારને બાકાત રાખી ના શકાય મળતા સુત્રો અનુસાર લોકસભાની સામાન્ય ચુંંટણીમાંં ભાજપ સૌથી વધુ મહિલા ઉમેદવારોને મેદાનમાં ઉતારવા માટે તૈયારીમાં છે. જેથી ગોધરા બેઠક ઉપર અનાર પટેલનું નામ છેલ્લા એક સપ્તાહમાં સામે આવ્યું છે. જ્યારે દાહોદની લોકસભાના એસ.ટી.ની અનામત હોવાથી ત્યાં પ્રભાબેન પ્રબળ ઉમેદવાર કોંગ્રેસના થાય તો નવાઈ નહી જ્યારે દાહોદની સીટ ઉપર શંકરભાઈ આમલીયારનુંં નામ છેલ્લા ચાર-પાંચ માસથી જોરશોરથી ચર્ચામાં છે, પરંતુ જશવંત ભાભોર પાધર પડે તેવા લાગતા નથી. જ્યારે ગોધરાની સીટ ઉપર બીજુ નામ તુષારસિંહ બાબા જે દે.બારીયાના રાજવી પરિવાર માંથી આવે છે અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મોદીના નિકટના છે. જેથી નકારી ના શકાય પણ તેમને 33 ટકા મહિલા અનામત અસર કરી શકે છે. ગત લોકસભાની ચુંટણીમાં 40 મહિલા ભાજપની ટીકિટ પરથી જીત હતી. જ્યારે હાલમાં આપણા વડાપ્રધાનની પ્રધાનમંત્રી ઉજજવલા યોજનાથી મહિલાઓનુંં દિલી જીતી લીધુંં છે. જેથી મહિલાઓ ભાજપમાં અને મોદીની ગેરન્ટીથી ખોબે ખોબા મત આપે છે. પરંતુ દાહોદ લોકસભામાં જઈને મૌન ધારણના કરે ખાલી આંગળી ઉંચી કરે તેવો ના હોવો જોઈએ. આપણા આદિવાસી પછાત વિસ્તારના વિકાસના કાર્યો જેવાં કે પીપલોદ થી વાયા દે.બારીયા થી થઈ છોટાઉદેપુર જે બ્રોડગેજ રેલ્વે લાઈન માટેની વર્ષો જુની માંગણીને સાર્થક કરી બતાવે તેવો હોવો જોઈએ અને મોદી કી ગેરન્ટી અપાવે તેવા ઉમેદવારની જરૂર છે.