અમદાવાદ-ગોધરા હાઈવે રોડ વેગનપુર પાસે એમ.પી.ની લકઝરી બસ ટ્રક સાથે અથડાતા 11 મુસાફરોને ઈજાઓ : 4 વ્યકિતના મોત

ગોધરા,
અમદાવાદ થી ગોધરા હાઈવે રોડ ઉપર વેગનપુર અમરાપુર ગામની સીમ પાસે લકઝરી બસના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોંગ સાઈડે ભરી રહેલ ટ્રકમાં ધડાકાભેર અથવાડી દેતા લકઝરી બસમાં સવાર 11 મુસાફરોને ઇજાઓ પહોંચાડી તેમજ 4 વ્યકિતનું મોત નિપજાવી લકઝરી ચાલક વાહન છોડી નાશી જઈ ગુનો કર્યાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે નોંધાવા પામી છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ થી ગોધરા હાઈવે રોડ ઉપર 5 સપ્ટેમ્બરના રોજ બપોર 2 વાગ્યાના અરસામાં લકઝરી બસ નંબર એમપી.11.પી.995ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી રોંગ સાઈડમાં ઉભેલ ટ્રક નંબર આરજે.17.જીએ.6273 સાથે પાછળના ભાગે ધડાકાભેર અથડાવી હતી. ટ્રક સાથે મુસાફરો ભરે લકઝરી બસ અથડાતા બસમાં સવાર 11 મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંંચાડી હતી. જ્યારે 4 મુસાફરો નિશાનબેન કાળુભાઈ ડામોર ઉ.વ.25, લક્ષ્મીબેન કાળુભાઈ ડામોર ઉ.વ.2 (રહે. લાબરીયા, એમ.પી.), અનિતાબેન દિનેશભાઈ પણદા, સાવન દિનેશભાઈ પણદા ઉ.વ.14ને ગંભીર ઈજાઓ થતાં કરૂણ મોત નિપજાવા પામ્યા હતા. અકસ્માતની ધટના બાદ લકઝરી બસનો ચાલક સ્થળ ઉપર થી નાશી છુટીયો હતો. આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.