- ઈજાગ્રસ્તોને 108 મારફતે સિવિલમાં ખસેડવામાં આવ્યા.
ગોધરા,
ગોધરા-અમદાવાદ હાઈવે રોડ વાવડી ખુર્દ નજીક ખાનગી લકઝરી બસને અકસ્માત નડયો હતો. અકસ્માતમાં ઈજાઓ થવા પામી હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાંં આવ્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર થી ખાનગી લકઝરી બસ જે અમદાવાદ થી મધ્યપ્રદેશ તરફ જતી હતી. તે વખતે ગોધરા નજીક વાવડ ખુર્દ ગામ પાસે લકઝરી બસના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવ્યો હતો. જેને લઈ બસ રોડ સાઈડમાં પલ્ટી ખાઈ ગઈ હતી. બસ પલ્ટી જતાં બસમાં સવાર 30 ઉપરાંત મુસાફરોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી. ખાનગી લકઝરી બસ પલ્ટી જતાં સારવાર મુસાફરોને ઈજાઓ થતાં સ્થાનિક લોકો મદદે આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલવા માટે 108 એમ્બ્યુલન્સને કોલ કરી 108 દ્વારા ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ખાનગી બસ પલ્ટી જવાના બનાવમાં સદ્દનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.