આજ રોજ તારીખ 13/8/2022 ને શનિવારના રોજ “આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે અમન ડે સ્કુલ,ગોધરા દ્વારા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આપણો ભારત દેશ એકતા, અખંડિતતા અને ભાવત્મકતા નું પ્રતિક છે. આઝાદીના અમૃત મહોત્સવ” નિમિત્તે ભારતમાં આઝાદીના 75 વર્ષની ઉજવણી અન્વયે ઘર ઘર લહેરાતો તિરંગા સાથે ભવ્ય તિરંગા યાત્રાનું ફ્લેગ ઓફ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ડામોરસર, શાળાના ટ્રસ્ટીશ્રીઓ જાની બ્રધર્સ દ્રારા કરવામાં આવ્યુ.
આ યાત્રામાં ભવ્ય પ્રદર્શન કરેલ અને રાષ્ટ્રભક્તિના ગીતો,સૂત્રો દ્વારા ગગન વેદી નારા લગાવી લોક જાગૃત નું અભિયાન રાષ્ટ્રભાવનાને ઉજાગર કરેલ આ યાત્રામાં શાળાના આચાર્ય,એડમીન,શિક્ષકો,વિદ્યાર્થીઓ અને રેન્જ ફોરેસ્ટના જવાનો નો રાષ્ટ્ર વ્યાપી જુસ્સો અને દેશ પ્રેમ ની ભાવના અનેરી રહી. આ યાત્રામાં આઝાદીની લડત ચલાવનાર વીરોના વીરગાથાની યાદ તાજી થાય તે માટે 75 વીર પાત્રો બનાવીને આઝાદીની લડત ચલાવનાર વીરો પાત્રોમાં ભારતમાતા, સુભાષચંદ્ર બોઝ, જવાહરલાલ નહેરુ, મંગલ પાંડે, ચંદ્રશેખર આઝાદ, ઝાંસી કી રાની લક્ષ્મીબાઈ, વગેરે વિદ્યાર્થી પાત્રો બનાવીને શોભાયાત્રા ની શોભામાં વધારો કર્યો.આમ એક નવું વિચાર રાષ્ટ્રને એક કરવા જન-જનને પ્રોત્સાહિત કરવા માટે પ્રેરિત કરે છે આમ જય હિન્દ, વંદે માતરમ અને ભારત માતાકી જયના ગગનભેદી નારા સાથે તિરંગા યાત્રાનો સમાપન કરવામાં આવેલ.