ગોધરા એલોહિત મેથોડિસ્ટ ચર્ચ ખાતે માતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

ગોધરા, દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજના દિવસે લોકો પોતાની માતાને ગીફ્ટ, શુભેચ્છા આપે છે અને માતા પ્રત્યે લાગણી અને પ્રેમ વ્યક્ત કરે છે. ત્યારે આજરોજ ગોધરા સ્થિત આવેલી એલોહિમ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા માતૃત્વ દિવસની ઉજવણીના ભાગરૂપે પોતાની માતાઓને ગુલાબનું ફૂલ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

આજરોજ સમગ્ર દેશ સહિત રાજ્યમાં માતૃત્વ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજરોજ ગોધરા સ્થિત એલોહિમ મેથોડિસ્ટ ચર્ચ ખાતે ખ્રિસ્તી સમાજ દ્વારા રેવ આશિષ રાઠોડ અને નીલમબેન ની અધ્યક્ષતા હેઠળ માતૃત્વ દિવસની ઉજવણી કરી હતી. જેમાં રોજીબેન પરમાર દ્વારા ખાસ સંદેશો આપ્યો હતો અને દરેક બાળકોએ પોતાની માતાને ગુલાબ આપીને તેમનું સન્માન કર્યું હતું. એક ગુજરાતી કહેવતમાં કહેવામાં આવ્યું છે કે, ‘જનનીની જોડ સખી નહી જડે રે લોલ’ આ નાનકડી કહેવત ઘણું બધું કહી જાય છે. ત્યારે આજે માતૃત્વ દિવસને અનુલક્ષીને દરેક ખ્રિસ્તી સમાજના બાળકોએ પોતાની માતાને ખાસ રિસ્પેક્ટ આપીને તેમનું સન્માન કર્યું હતું. ત્યારે આજના આ મહીલા દિવસ ની ઉજવણીમાં એલોહીમ ચર્ચની મહિલા મંડળ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

માતા ભગવાનની સૌથી સુંદર રચનામાંની એક છે. માં કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના સમગ્ર જીવનકાળ દરમિયાન તેના બાળકને પ્રેમ કરે છે. માતા વિશે જેટલું પણ લખીએ તે ઓછું જ છે. એક બાળક માટે માતા કરતાં વધારે કોઈ મહત્ત્વનું નથી. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે 12 મેના રોજ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી છે.