ગોધરા(ક) અલી મસ્જીદ બાજુમાં આવેલ ગ્રીનઝોનવાળી 633/2 વાળી જમીનમાં બોગસ નકશાના આધારે થતાં બાંધકામની તપાસ થશે ખરી ?

ગોધરા, ગોધરા કસ્બાના રે.સ.નં.633/2ની ચો.મી.2327-00 વાળી જમીન સિંગલ ફળીયા અલી મસ્જીદની બાજુમાં ગ્રીનઝોનની આવેલી હતી. તે અંંગે ગોધરાના ભુમાફિયાઓ દ્વારા એન.એ.ની પરમીશન માંગવામાં આવેલી જે બાબતે જીલ્લા કલેકટર દ્વારા રે.સ.નં.633/2 વાળી એન.એ.નો હુકમ કરવામાં આવેલ પરંતુ આ જમીન ગ્રીનઝોનની હોવાથી જમીન મહેસુલ કાયદા 65 હેઠળ એન.એ. હુકમમાં શરતોના આધારે તાત્કાલીક જીલ્લા કલેકટર પંચમહાલ દ્વારા કોઈપણ શરત ભંગ થાય તો તાત્કાલીક સરકારશ્રી દાખલ થવાની શરતોના આધારે હુકમ થતાં હોય છે. આમ, ગોધરા કસ્બા (શહેર)ના રે.સ.નં.એન.એ.99ના સીટી સર્વે એન.એ. (બિનખેતી-1)થી તબદીલ કરેલ છે. જે જોતાં રેકર્ડમાં લે-આઉટ પ્લાન નકશો નગર નિયોજક દ્વારા મંજુર કરેલ છે. આ સર્વે નં.633/2 વેચાણ દસ્તાવેજ ભુમાફિયાઓ દ્વારા થયેલ અંગે પરંતુ કયા કયા પ્રકારની જમીનો છે. તે જોવાની તમામ જવાબદારીઓ ગોધરા ઈ-ધરા દ્વારા નોંધ પાડી તે અંગે ગોધરા શહેર તલાટી કસ્બામાં મોકલવામાં આવે છે. ત્યારબાદ ગોધરા શહેર હોય કે ગ્રામ્ય વિભાગ સર્કલ ઓફિસર દ્વારા જમીન મહેસુલ કાયદા હેઠળ નોંધો નામંજુર તથા મંજુર કરી કરાવવામાં આવેલ છે. પરંતુ સર્કલો શહેર-ગ્રામ્ય વિભાગ દ્વારા આવા પ્રકારની જમીનોમાં કાયદાનો ભંંગ જણાય આવે તો તેઓ તરફથી ગોધરા ગ્રામ્ય શહેર મામલતદાર તકરારી રજીસ્ટરે ચડાવી દરખાસ્તો કરી અમલવાળી કરવાના હોય છે. પરંતુ ગોધરા ઈ-ધરા તલાટીઓ સર્કલ ઓફિસરો દ્વારા કોઈપણ જમીન મહેસુલ કાયદા તથા સરકાર નિયમો વિરૂદ્ધ મોટાપ્રમાણની લાંચ રૂશ્વતો આપી હુકમો વિરૂદ્ધની નોંધો મંજુર કરી કરાવાતા કેટલા કિસ્સાઓ અવારનવાર સામે ગેરરીતિઓના જોવા મળે છે. જે બાબત ગોધરા શહેર કસ્બાના રે.સ.નં.633/2 વાળી જમીનમાં સર્કલ ઓફિસર ગોધરા દ્વારા કોઈ રાજ્ય સેવક હોવા છતાં જીલ્લા કલેકટરનું અપમાન કરેલ છે. જે રે.સ.નંં.633/2ની ચો.મી.2327-00નુંં હાલનું સ્થળ જો તપાસ કરી કરાવામાં આવે તો નગર નિયોજક સરકારી સેવક દ્વારા પ્લાન બાંધકામ કરવામાં આવેલ નથી, પરંતુ સરકાર નકશા તથા જીલ્લા કલેકટર પંચમહાલ હુકમ દ્વારા લે-આઉટ મુજબ પ્લોટીંગ કરેલ નથી અને તેઓ દ્વારા 633/2 વાળી જમીનોમાં પોતાનો ધરનો નકશો બનાવી પ્લોટો પાડી બાંંધકામ ચાલું કરી વેચાણ દસ્તાવેજો કરી ગોધરાના ભુમાફિયા બંધુઓએ (1) તાહીર સલીમ હુસેન ભટુક, (2) ઈરફાન ફિરોજભાઈ સીંધી, (3) ઝુબેર ફિરોજભાઈ સીંધી દ્વારા દસ્તાવેજો કરી કરાવી વેચાણ કરેલની વિગતો સ્થળ સ્થાનિક તપાસ કરતાં મળી આવે તેમ છે. આ આવી પ્રકારની બીજી જમીનોમાં પણ ગ્રીનઝોન દ્વારા શતરંજની ચાલો અલગ અલગ પ્રકારની રમે છે. કેટલાક કિસ્સાઓ એન.એ. અલગ અલગ ઈસમો ભુમાફિયાઓ દ્વારા થાય અને ત્યારબાદ તેઓ દ્વારા દસ્તાવેજો અલગ અલગ ઈસમો દ્વારા વેચાણ થતાં જીલ્લા કલેકટર કચેરી નાગરિકો દ્વારા રજુઆતો કરતાં હોય છે. જેથી બાંધકામ ચીફ ઓફિસર ગોધરા, સીટી દ્વારા આપવામાં આવે છે, પરંતુ ચીફ ઓફિસર નગર પાલિકાનું ધ્યાન દોરતા નથી અને તેઓને પરમીશન લાંચ રૂશ્વતો લઈને આપતા હોય છે. જે બાબતે પ્રાંત ગોધરા આ બાબતે તપાસ કરી જીલ્લા કલેકટરનું ધ્યાન દોરશે કે કેમ અને નાગરિક દ્વારા રજુઆતોની પુન: ચકાસણી કરશે કે કરાવશે તે જોવાનું રહ્યું.