ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ડોકટરના મુવાડા નજીક મોડીરાત્રે પસાર થતી કારમાં આકસ્મિક આગ લાગતા કારમાં સવાર ત્રણ વ્યકિતઓનો આબાદ બચાવ થયો હતો અને કાર બળીને ખાખ થઈ જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ ડોકટરના મુવાડા ગામ પાસેથી રાત્રિના સમયે પસાર થતી કારમાં કોઈ કારણોસર આગ લાગી હતી. કારમાં લાગેલ આગમાં સવાર ત્રણ વ્યકિત સમય સુચકતા વાપરી બહાર નીકળી જતાં તેઓનો આબાદ બચાવ થયો હતો. જયારે આગમાં કાર બળીને ખાખ થઈ જવા પામી હતી. સદ્નસીબે આ ધટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી.