ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ટીંબા ગામ પાસે કુણ નદીના બ્રિજ પાસે બાઈક ચાલકને પાછળથી આવતી ફોર વ્હિલ ગાડી ચાલકે ટકકર મારી હતી જેમાં ચાલક અને પાછળ બેઠેલ વ્યકિતને ઈજાઓ પહોંચતા જે પૈકી એક વ્યકિતને માથાના ભાગે ઈજાઓ પહોંચતા સારવાર દરમિયાન મોત નીપજયું હતુ.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ટીંબા ગામ પાસે કુણ નદીના બ્રિજ પાસેથી બાઈક નં.જીજે-23-ડીઝેડ-7740ના ચાલક હસમુખભાઈ રાવજીભાઈ પરમાર અને મહેશભાઈ રમણભાઈ પરમાર સાથે ભારના મુવાડા ગામેથી બળેવિયા પરત આવતા હોય તે વખતે ફોર વ્હિલ નં.જીજે-20-એએચ-3555ના ચાલકે પોતાનુ વાહન પુરઝડપે હંકારી લાવી બાઈકને પાછળથી ટકકર મારતા ચાલક અને તેની પાછળ બેઠેલ ફંગોળાઈ પટકાતા નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. તેમજ પાછળ બેઠેલ સુનીલભાઈ ભીખાભાઈ પરમારને શરીરે અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયાં સારવાર દરમિયાન મોત નીપજયું હતુ. જયારે અકસ્માત સર્જી ચાલક પોતાનુ વાહન લઈ નાસી જઈ ગુનો કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાવવા પામી છે.