ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ મનોજ કાચવાલા નામના ગેરેજ માંથી બેટરી અને ટાયરોની ચોરી

ગોધરા,ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર આવેલ મનોજ કાચવાલા નામના ગેરેજમાં રીપેરીંગ માટે આવેલ બે ગાડી માંથી બેટરી અને ફોર વ્હીલ માંથી બે ટાયરો મળી 24,000/-રૂપીયાની મત્તાની કોઈ ચોર ઈસમો કરી જતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા-અમદાવાદ હાઈવે રોડ ઉપર મનોજકુમાર લક્ષ્મીનારાયણ શર્માની મનોજ કાચવાલા નામની ગેરેજ હોય આ ગેરેજમાં રીપેરીંંગ માટે આવેલ ટાટા એસી નં.જીજે.35.ટી.3990 માંથી બેટરી મારૂતી ઓડી નં.જીજે.17.એન.3065 માંથી બેટરી કિંમત 12,000/-રૂપીયા તેમજ સાઈડમાં મુકેલ ફોર વ્હીલ ગાડીના બે ટાયરો કિંમત 12,000/-રૂપીયા મળી કુલ 24,000/-રૂપીયાના મુદ્દામાલની ચોરી કોઈ અજાણ્યા ચોર ઈસમ કરી જતાં આ બાબતે બી ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નેંધાવા પામી.