
ગોધરા શહેરના બીવી ગાંધી પેટ્રોલ પંપ સામે એક સિમેન્ટ ભરેલ ટ્રક ચાલકે એકટીવા ચાલક પોલીસ કર્મચારીને અડફેટે લેતા ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત થયું હતું. બનાવની જાણ સ્થાનિક પોલીસને થતા તમામ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. હાલ સ્થાનિક પોલીસે ટ્રકને કબ્જે કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
આ બનાવ સંદર્ભે રીડર શાખામાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી પ્રભાતસિંહ લાખાસિહ પગી આજે સવારે પોતાના ઘરેથી નોકરી એસ.પી કચેરી ખાતે નીકળ્યા હતા. ત્યારે ગોધરાના બીવી ગાંધી પેટ્રોલ પંપ સામે એક ટ્રક ચાલક પોતાના ટ્રકમાં સિમેન્ટ ભરી પોતાની ટ્રક બેફામ હંકારી લાવી એક્ટિવા ચાલક પોલિસ કર્મચારી પ્રભાતસિંહ લાખા સિંહ પગીની એકટીવાને અડફેટમાં લીધી હતી. જેથી તેમનું ઘટનાસ્થળ ઉપર કમકમાટી ભર્યું મોત નિપજયું હતું. બનાવની જાણ પરિવારજનોમાં થતા મોતનો માતમ છવાઈ ગયું હતું.
રીડર શાખામાં ફરજ બજાવતા પ્રભાસસિહ પગીના એક્સિડન્ટના મોતના સમાચાર સાંભળતા તમામ પોલીસ કર્મચારીઓ ઘટનાસ્થળ ઉપર દોડી આવ્યા હતા. હાલ પોલીસે ટ્રકને કબ્જે કરીને વધુ તપાસ માટે આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, રીડર શાખામાં ફરજ બજાવતા પ્રભાતસિંહ પગીને તાજેતરમાં એએસઆઈનું પ્રમોશન મળ્યું હતું અને 2025માં રિટાયર્ડ થવાના હતા અને આવી ગોઝારી ઘટનાના લીધે પરિવારમાં આભ તુટી પડ્યું હતું.