
ગોધરા,ગોધરા તાલુકાના વેલવડ પાસે ઇકો કાર અને બે બાઈક વચ્ચે અકસ્માત સજાયો હતો. આ અકસ્માતમાં બે બાઈકના ચાલક તેમજ પાછળ બેઠેલને શરીરે નાની મોટી ઈજા થતાં બનાવ સ્થળ ખાતે બેના મોત નીપજ્યા હતા.
ગોધરા તાલુકાના વેલવડ પાસે ઇકો કાર અને બે બાઈક વચ્ચે અકસ્માત સજાયો હતો. આ અકસ્માતમાં બે બાઈકના ચાલક તેમજ પાછળ બેઠેલને શરીરે નાની મોટી ઈજા થતાં બનાવ સ્થળ ખાતે બેના મોત નીપજ્યા હતા. જ્યારે બેને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે 108દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનેલા બનાવની જાણ પોલીસને થતા પોલીસ ઘટના સ્થળ ખાતે આવી પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે મૃતકોના પરિવારજનોને જાણ કરવા સાથે લાશને પોસ્ટ પોર્ટમ માટે લઇ જવાઇ હતી.