ગોધરા મામલતદાર કચેરીમાં ઈ-ધરા શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા કર્મચારી એ કાચી નોંધ પાડવા માટે અરજદાર પાસેથી રૂપિયા 5500 ની માંગણી કરેલ હોય અરજદાર લાંચની રકમ આપવા માંગતા ન હોય જેને લઇ એસીબીમાં ફરિયાદ ના આધારે છટકું ગોઠવવી સાગર રાણા નામના કર્મચારીને લાંચ લેતા રંગે હાથો ઝડપી પાડવામાં આવ્યો છે.
ગોધરા મામલતદાર કચેરીની શાખામાં હંગામી કોન્ટ્રાક્ટ ઉપર ફરજ બજાવતા સાગર રાણા નામના કર્મચારી ને અરજદાર દ્વારા જમીનની કાચી નોંધ પડાવા માટે મળ્યા હતા ત્યારે સાગર રાણાએ કાચી નોંધ પાડવા માટે રૂપિયા 5500 ની માંગણી કરી હતી અરજદાર લાંચ ની રકમ આપવા ન માંગતા હોય જેને લઇ એસીબી વિભાગનો સંપર્ક કરી ફરિયાદ કરી હતી એસીબી દ્વારા છટકુ ગોઠવી આજરોજ ઈ ધરા શાખાના કર્મચારી સાગર રાણાને રૂપિયા 5500 ની લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.