ગોધરા એસીબીએ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના નાયબ વન સંરક્ષક વતીથી બે વચેટિયાઓને 1 લાખની લાંચ લેતા ઝડપ્યા.

ગોધરા એસીબીએ સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના નાયબ વન સંરક્ષક વી.એસ. તોડકર વતીથી બે વચેટિયાઓને 1 લાખની લાંચ લેતા ઝડપ્યા.

સરદાર સરોવર નર્મદા નિગમ લિ. ના નાયબ વન સંરક્ષક વી.એસ. તોડકર વતીથી બે વચેટિયાઓને લાંચ લેતા ગોધરાએ સી.બી. એ ઝડપ્યા કાલોલ પાસેથી પસાર થતી નર્મદા મુખ્ય નહેર ના કિમી 160 થી 118 સુધી ના નહેરના બન્ને બાજુ વૃક્ષા રોપણ કરવા તેમજ તેના રખરખાવ ના ખર્ચના બિલો મજૂર કરવા માંગી હતી લાંચ વૃક્ષારોપણ તેમજ તેના રખરખાવ માટેના ખર્ચના બિલો પાસ કરવા માટે કોન્ટ્રાકટર પાસે રૂ.6 લાખની લાંચ માંગી રૂ. એક લાખની લાંચ નાયબ વન સંરક્ષક વતીથી 2 વચેટિયાઓ એ સ્વીકારતા એ સી બી એ રંગે હાથ ઝડપ્યા ઝડપાયેલા બન્ને વચેટિયા દ્વારા લાંચના નાણાં સ્વીકારી કોન્ટ્રાકટર ને ખર્ચના બિલનો ચેક પણ આપ્યો હતો ગોધરા એ સી બી દ્વારા બન્ને વચેટિયા અનિલ રૈયાની અને રાકેશ ચૌહાણ ને ઝડપી પાડયા તેમજ વી.એસ. તોડકર નાયબ વન સંરક્ષક ને ઝડપવા વધુ કાર્યવાહી હાથ ધરી.