ગોધરા,
ગોધરા શહેર અને તાલુકામાં પ્રેક્ટિસ કરતા આયુર્વેદિક અને હોમિયોપેથીક ડોક્ટરના એશોશીએશન એટલે કે આયુષ એશો. છેલ્લા 20 વર્ષ થી કાર્યરત છે. જેની વાર્ષિક સાધારણ સભા ગોધરાના શામળાજી મેડિકલ કોલેજ ખાતે યોજાઈ ગઈ. જેમાં આગામી વર્ષ માટે નવા હોદ્દેદારો અને કારોબારીની વરણી કરવામાં આવી હતી.
આગામી વર્ષ માટે ડો. વિમલભાઈ જોષીને પ્રમુખ તરીકે અને ડો. હર્ષદ મહેરાને મહામંત્રી તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. એશો. ના ઉપપ્રમુખ તરીકે ડો. સમીર મેમણ અને ડો પ્રિતેશ પટેલ અને સહમંત્રી તરીકે ડો. હિરેનભાઈ પટેલની વરણી કરવામાં આવી એશો. ની એડવાઇઝરી કમીટીમાં ડો. વિજય પટેલ તેમજ ડો. વિશાલ સોનીની વરણી કરવામાં આવી. તેમજ 21સભ્યોની કારોબારી સમિતિની નક્કી કરવામાં આવી હતી.
મિટિંગ દરમિયાન ભૂતપૂર્વ પ્રમુખના વક્તવ્યની સાથે આગામી આયોજનની ચર્ચા અને સમાજના સ્વાસ્થ્યની સાથે સાથે સેવાકીય પ્રવૃત્તિઓ કરવા ચર્ચા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન એશો. ના મહામંત્રી ડો. હર્ષદ મહેરા દ્વારા કરવામાં આવ્યું હતું.