
ગોધરા,ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના ધાડલુંટના ગુનામાં 16 વર્ષથી વોન્ટેડ આરોપી અંગે મળેલ બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે મોરબીના અદેપુર ગામેથી ઝડપી પાડવામાં આવ્યો.
વિસ્તૃત વિગતો મુજબ ગોધરા એ ડીવીઝન પોલીસ મથકના ધાડલુટના ગુનામાં આરોપી સુકરમભાઇ ભાયલાભાઇ ઉર્ફે ભારીયા મોહનીયા (રહે. ઉંડાર, તા.ધાનપુર,દાહોદ)છેલ્લા 16 વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી હોય આરોપી અંગે એલ.સી.બી.પોલીસને બાતમી મળી હતી કે, આરોપી મોરબીના અદેપુર ખાતે મજુરી કામ કરે છે. તેવી ચોકકસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવ્યો હતો અને ગોધરા એ ડીવીઝન પોલીસ મથકે સોંપવામાં આવ્યો.