ગોધરા,
ગોધરા નગર પાલિકાના ૧૧ વોર્ડ માટે ૪૪ બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ગોધરા શહેરના ૦૬ વોર્ડ માટે બીજેપી એ પોતાના ૨૪ ઉમેદવારોની જાહેરાત સાથે બીજેપીમાં ભડકો જોવા મળ્યો અમુક દાવેદારોની ટીકિટ કપાઈ હતી. જ્યારે અમુક વોર્ડમાં સગાવાદ ચલાવવામાં આવ્યો હોવાને લઈ બીજેપી કાર્યકર્તા અને સમર્થકોમાં રોષ જોવા મળ્યો હતો. બીજેપીના કાર્યકરોના રોષને ઠારવા માટે ઘારાસભ્ય કામે લાગ્યા હતા.
જ્યારે બીજી તરફ ગોધરા નગર પાલિકાની બેઠકો માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારોની જાહેરાત નહિ કરતાં અસંમજસ ઉભી થવા પામી છે. કોંંગ્રેસ પાર્ટી ગોધરા પાલિકાના વોર્ડ બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત સાથે ભડકો ન થાય તેને ધ્યાનમાં રાખીને પાલિકા ઉમેદવારોની જાહેરાત કરવાનું ટાળ્યું હતું અને ઉમેદવારોને ટેલીફોન દ્વારા મેન્ડેટ માટે અને ઉમેદવારી ફોર્મ ભરવા જણાવવામાં આવ્યું હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
ગોધરા નગર પાલિકાના ૧૧ વોર્ડની ૨૪ બેઠકો માટે બીજેપી દ્વારા ઉમેદવારોની જાહેરાત સાથે સગાવાદ અને નીતિનિયમો નેવે મૂકીને ઉમેદવારોની જાહેરાત કરાઈ છે. તેને લઈ બીજેપી કાર્યકરો અને દાવેદારોમાંં છુપો રોષ જોવા મળ્યો છે. તેમ છતાં બીજેપી દ્વારા ૦૬ વોર્ડ માટે ૨૪ ઉમેદવારોની જાહેરાત સાથે ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. ગોધરા પાલિકાના ૧૧ વોર્ડ માટે યોજાનાર ચુંટણી માટે ૧૪૩ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. આવતી કાલે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે. ત્યારે હજુ કેટલા ઉમેદવારો પોતાની મહત્વાકાંક્ષા પુરી કરવા મેદાનમાં ઉતરે છે. તે જોવાનું રહ્યું.
ગોધરા પાલિકાના ૧૧ વોર્ડ માટે આજરોજ ૮૧ અને કુલ ૧૪૩ ઉમેદવારી ફોર્મ ભરાયા….
ગોધરા નગર પાલિકાના વોર્ડ નં.૧ માંં ૦૭ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૨ માંથી ૨ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૩ માંથી ૯ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૪ માંથી ૧૦ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૫ માંથી ૬ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૭ માંથી ૭ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૮ માંથી ૭ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૯ માંથી ૯ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૧૦ માંથી ૭ ઉમેદવારી ફોર્મ ભરાયા, વોર્ડ નં.૧૧ માંથી ૯ ઉમેદવારી ફોર્મ મળી કુલ ૮૧ ઉમેદવારી ફોર્મ આજરોજ ભરાયા હતા. અત્યાર સુધી પાલિકાના ૧૧ વોર્ડના ૪૪ સભ્યો માટે ૧૪૩ ઉમેદવારી ફોર્મ ભરાઈ ચુકયા છે. એક દિવસ ઉમેદવારી ફોર્મ ભરવાના બાકી છે. ત્યારે વધુ કેટલા ઉમેદવારો ચુંટણી મેદાનમાં ઉતરે છે. તે જોવું રહ્યું.
બીજેપી દ્વારા ઉમેદવારોની જાહેરાત સાથે જુના જોગીઓમાં નારાજગી….
ભાજપ ધ્વારા ગોધરા નગરપાલિકાના છ વોર્ડમાં ૨૪ જેટલા ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવતા જે પૈકી બે વોર્ડ માં ભાજપ દ્વારા સગાવાદ ને લઇ બે પુર્વ પ્રમુખના પુત્ર ને મેન્ડેટની ફાળવણી કરવામાં આવતા ભાજપમાં ભારે ભડકો થયો હોવાનું બહાર આવ્યુ છે. વોર્ડ નં-૫ માં ભાજપનો આંતરિક ડખો બહાર આવતા ખુદ ધારાસભ્ય નારાજ જુના જોગીઓ ને મનાવવા માટે નીકળ્યા હોવાની વાત પણ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહી હતી,પરંતુ પાર્ટીએ જ નિયમોને નેવે મુકી ટીકીટની ફાળવી કરતા ધારાસભ્ય ને પણ કાર્યકરોના સવાલના જવાબ આપવા ભારે પડયા હોવાનું કહેવાય છે. ભાજપ દ્વારા ટીકીટ ફાળવણી મુદ્દે અન્ય બે થી ત્રણ વોર્ડમાં પણ કાર્યકરોની નારાજગી હોવાનું બહાર આવ્યું છે.
ગોધરા નગરપાલિકાની ૧૧ વોર્ડની ૪૨ બેઠકોની માટે ચૂંટણી આગામી ૨૮ ફેબ્રુઆરી ના રોજ યોજાનાર છેે. જેને ભાજપ ધ્વારા ૬ વોર્ડ ના ૨૪ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે. યાદી જાહેર થતાની સાથે ભાજપમાં ભડકો થયો હોવાનું બહાર આવ્યું હતું. ભાજપે વ્હાલા દવલાની નિતી અપનાવી પાર્ટી ના નિયમો નેવે મુકી બે અલગ અલગ વોર્ડમાં પાલિકાના બે પૂર્વ પ્રમુખના પુત્રો ને મેન્ડેટની ફાળવણી કરવામાં આવતા ભાજપના જુનાજોગીયો ની નારાજગી સામે આવી હતી. જેને લઇ વોર્ડ-૫માં ભારે ભડકો થતા ડેમેજ કંટ્રોલની સ્થિતિ માટે ધારાસભ્ય ખુદ જુનાજોગીયો ને મનાવવા માટે નીકળ્યા હોવાની વાત મોડીરાત સુધી કેન્દ્ર સ્થાને રહી હતી.
ભાજપે વોર્ડ નં-૫માં ત્રણ નવા ચહેરા ને ચૂંટણી જંગ ઉતાર્યા છે.
જયારે એક ઉમેદવારને રીપીટ કરવામાં આવ્યો છે. ભાજપે બે વોર્ડમાં સગાવાદ અપનાવતા અન્ય ભાજપ કાર્યકરોમાં ભારે રોષ હોવાનું બહાર આવ્યું છે.અન્ય બે-ત્રણ વોર્ડમાં પણ જે ઉમેદવારની ત્રણ ટર્મ પુરી થઈ છે. તેવા ઉમેદવાર ને રીપીટ કરવામાં આવતા ખુદ પાર્ટી ના જ નિયમો ને નેવે મુકવામાં આવ્યા હોવાની ચર્ચાઓ કેન્દ્ર સ્થાને છે. જેને લઇ ઉચ્ચ નેતાગીરી ને પણ રજૂઆત કરવામાં આવી છે. ભાજપ ના આંતરિક વિખવાદ ને લઇ અપક્ષો ફાવી જાય તેવી ચર્ચાઓ પણ હાલ તો કેન્દ્ર સ્થાને છે. ત્યારે જોવું રહ્યું ભાજપ નારાજ કાર્યકરો ને મનાવવામાં સફળ રહે છેકે નહીં તે તો આવનાર દિવસોમાં જ ખબર પડશે.