ગોધરા, ગોધરાના પોપટપુરા ગામે પંચમહાલ પ્રાઈમરી એજયુકેશન સોસાયટીની જમીન જે તે હેતુ માટે ઉપયોગ ન કરીને અન્ય હેતુનો ઉપયોગ થતો હોવાની પ્રાંત અધિકારી ગોધરા દ્વારા વર્ષ-1953માં કરેલા હુકમ મુજબ પોપટપુરાની જમીનને શરત ભંગ કર્યાનો તા.27/06/22ના રોજ હુકમ કરી પોપટપુરાની જમીનો સરકાર હસ્તગત કરવા માટેનો હુકમ કરવામાં આવેલ હતો. આ એજયુકેશન સોસાયટીની જમીનનો શ્રીસરકારનો મામલો હાઈકોર્ટમાં જતાં હાઈકોર્ટે 1953માં કરેલા હુકમની કોપી રજુ કરવા જતાં ગોધરા પ્રાંત કચેરીમાં 1953ના હુકમના દસ્તાવેજો ન મળતા ગોધરા પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ચોરીની ફરિયાદ નોંધાઈ હતી છતાં હાઈકોર્ટે કડક વલણ અપનાવતા કલેકટર દ્વારા જવાબદારો સામે કાર્યવાહી કરવાની એફિડેફિટ કર્યા બાદ જે તે વખતના અને હાલ દાહોદ એસડીએમ તરીકે ફરજ બજાવતા પ્રાંત અધિકારી સહિત મહેસુલ વિભાગના ચાર કર્મચારીઓ મળી કુલ પાંચને કારણદર્શક નોટિસ આપીને ખુલાસો માંગ્યો છે. ત્યારે વર્ષ-1953માં બક્ષીસમાં આપેલી જગ્યાની નોંધ પડી છે કે હુકમ તે હજુ સુધી જાણી શકાયો નથી. વર્ષ-2022માં ગોધરા પ્રાંત દ્વારા કરેલ શ્રીસરકારનો હુકમની કોપીમાં વર્ષ-1953માં કરેલા હુકમની કોપી સાથે જોડેલી ન હોવાથી ફકત બક્ષીસ નોંધના આધારે હુકમ કર્યો હોવાની ચર્ચાઓ ઉઠવા પામી છે. ત્યારે વર્ષ-2022માં હુકમ કરનાર ગોધરા પ્રાંત અને હાલ ફરજ બજાવતા દાહોદ પ્રાંત સહિત પાંચ મહેસુલના કર્મચારીઓ દ્વારા નોટિસનો યોગ્ય ખુલાસો આપવા નહિ આવે તો કાયદેસરની કાર્યવાહીની ચિમકી આપવામાં આવી છે.