ગોધરા 126 વિધાનસભા બેઠક ઉપર સી.કે.રાઉલજીની ભાજપની ટીકીટ મળતા સહજાનંદ સોસાયટી સ્વામીનારાયણ મંદિરની વાડીમાં ભજન-કિર્તન પ્રોગ્રામ

ગોધરા,

ગોધરા -126 વિધાનસભા ઉમેદવારમાંં ભાજપ સરકાર દ્વારા સી.કે.રાઉલજીને ભાજપ સરકાર દ્વારા ફાળવવામાં આવતાં મેન્ડેટમાં ગોધરા શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળે છે.

ગોધરા સહજાનંદ સોસાયટીમાં સહજાનંદ સોસાયટી મંડળથી સંગીતાબેન પટેલ, નીતાબેન તથા શીલાબેન પટેલ દ્વારા તથા કાછીઆ પંચની બહેનો દ્વારા શ્રી સહજાનંદ સોસાયટીમાં ટીકીટની ફાળવણીના આવકારરૂપે ભજન-કિર્તનનો પ્રોગ્રામ રાખેલ હતો. જેનો સોસાયટીના અને આજુબાજુની સોસાયટીની બહેનો દ્વારા ભજન-કિર્તનનો અને ધુન કરવાનો પ્રોગ્રામ રાખેલ હતો. સી.કે.રાઉલજીના ભાજપના કાઉન્સીલર ઉષ્માબેન તથા કાઉન્સીલર અને અગ્રણી ગૌરીબેન જોષી ન.પા. કાઉન્સીલર (એડવોકેટ) આ પ્રોગ્રામનો લાભ લેવા પધારેલ હતા. હાલમાંં ભાજપના નરેન્દ્ર મોદી, અમીત શાહના નેતૃત્વમાં ભાજપ સરકાર દ્વારા સી.કે.રાઉલજીને આવકારવામાં આવે આ અને માજી પ્રમુખ કા. પટેલ જીતેન્દ્રભાઈ લાકડાવાળા અને ભોપાભાઈ , (સંતરોડ) અને ગોપાલભાઈ હાજર રહેલ તેવા રાજેશ એસ.પટેલ (એન.જી.ઓ.વાળા) દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.