ગોધરા,
ગોધરા શહેરમાં અષાઢી બીજના પાવન પર્વ એ રણછોડજી મંદિર ખાતે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર પરીસરમાં ફેરવવામાં આવી હતી. ભાવિભકતો જય રણછોડના નાદ થી મંદિર પરીસરમાં ગુંજી ઉઠયું હતું.
રાજ્યમાં ગત વર્ષે અષાઢી બીજીના પાવન પર્વ કોરોના મહામારીને લઈ જગન્નાથ ભગવાનની રથયાત્રા નિકળી શકી ન હતી. ચાલુ વર્ષે પણ ગોધરા શહેરમાં કોરોના મહામારીને લઈ ભગવાન જગન્નાથની રથયાત્રા નગરના રાજમાર્ગો ઉપર કાઢવામાં આવી ન હતી પરંતુ આજરોજ અષાઢી બીજના પાવન પર્વએ ગોધરા રણછોડજી મંદિર ખાતે ભગવાન જગન્નાથને રથ ઉપર બીરાજમાન કરીને મંદિર પરીસરમાં રથયાત્રા ફેરવવામાં આવી હતી. ભકતો સોશ્યલ ડીસ્ટન્સ અને કોરોના ગાઈડ લાઈનના પાલન સાથે જય જગન્નાથ જય રણછોડના નાદ સાથે ભગવાન જગન્નાથને દેશ અને દુનિયા માંથી કોરોના મહામારીનેા અંત લાવવા માટે પ્રાર્થના કરી હતી.