ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે ભારતમાલા પરીયોજના રોડની બાજુમાં લગાવેલ 104 ગેલ્વેનાઈઝ પ્લેટોની ચોરી થતાં ફરિયાદ

ગોધરા, ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે નવા બનાવેલ ભારતમાલા પરી યોજનાના હેઠળના રોડની બાજુમાં સેફટી માટે લગાવેલ ગોલ્વેનાઈઝ કેશ બેરીયર પ્લેટો નંગ-104 કિ.રૂ.41,100/-ને ચોર ઈસમ ચોરી કરી જતાં આ બાબતે ફરિયાદ નોંધાવવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના બોડીદ્રા ગામે નવા બનાવેલ ભારતમાલા પરીયોજના હેઠળના રોડની બાજુમાં સેફટી માટે લગાવેલ ગેલ્વેનાઈઝ કેશ બેરીયર પ્લેટો કિ.રૂ.41,100/-ને કોઈ અજાણ્યા ચોર ઈસમો દ્વારા ચોરી કરી જઈ ગુનો કરતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે.