ઇન્ટરનેશનલ લાયન્સ ક્લબ દ્વારા તાજેતરમાં ઝોન સોશિયલ પુષ્પ કાર્યક્રમ અંતર્ગત ગોધરા શહેરમાં સેવાકીય પ્રવૃત્તિઓનું કાર્યકરતા લાયન્સના સભ્યોને તથા પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લામાં ફિલ્મ ક્ષેત્રે યોગદાન આપતા કલાકારોને બિરદાવા માટેનો એક કાર્યક્રમ યોજાઈ ગયો હતો.
જેનું ડો ઇન્દ્રવદન પરમાર અને હિરેન દરજી દ્વારા સંચાલન કરવામાં આવ્યું તથા તેમની સાથે ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દિનેશ સુથાર, વાઇસ ડિસ્ટ્રીક ગવર્નર વિજયસિહ ઉમટ તેમજ વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર મનોજભાઈ પરમાર અને પીડીજી કૃષ્ણકાંત દેસાઈ તથા શશીકાંત દેસાઈ અને દીપકભાઈ સુરાના, હોમ કલબ ગોધરાના અશ્વિનભાઈ પટેલ તથા અનિલભાઈ જૈનનો સહકાર થયો હતો. સાથે સાથે આઇપીએમસીસી લાયન જેપી ત્રિવેદી તથા પીડીજી પ્રભુ દયાલ વર્મા અને લાયન્સ સભ્યનો તથા પત્રકારોના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાઈ ગયો.
જેમાં ગોધરાની પ્રજ્ઞાચક્ષુ હેપ્પી દેસાઈ સહિત 80 જેટલા કલાકારોને તથા 50 કરતાં વધુ લાયન્સ સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. ગોધરા શહેર અને લાયન્સ ક્લબ માટે તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહેલા માટે ખૂબ જ પ્રેરણાદાયક કાર્યક્રમ રહ્યો હતો. કાર્યક્રમમાં 200 કરતાં વધુ સેવાકીય પ્રવૃત્તિ કરતા સભ્ય તથા 80 કરતાં પણ વધુ ફિલ્મ કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મહેબુબ બકર તથા હેમંત વર્મા અને એસ એસ ખાનનો સહયોગ રહ્યો હતો.