શહેરા અને ગોધરાના ધારાસભ્ય દ્વારા નારાઝ શૌલેષ ઠાકરએ ભરેલ ઉમેદવારી ફોર્મ બેઠક કરી પરત ખેંચાવડાવ્યું.

પંચમહાલ લોકસભા બેઠક પર બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી કરનારા શૈલેષ ઠાકરે એકાએક ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવાનો નિર્ણય લીધો છે. ભાજપમાંથી લોકસભાની ટિકિટ માટે દાવેદારી કરનારા શૈલેષ ઠાકરને ટિકિટ ન મળતા તેમણે બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવી હતી. જેને લઈ પંચમહાલ ભાજપ વર્તુળમાં પણ ગણગણાટ થઈ ગયો હતો. આ મામલે પંચમહાલ જિલ્લા ભાજપના નેતાઓએ શૈલેષ ઠાકર અને તેમના સમર્થકો સાથે એક બેઠક કરી તેમની માંગણીઓને સંતોષવાની ખાતરી આપી હતી. આખરે ભાજપના નેતાઓએ તેમને મનાવી લેતા ઘીના ઠામમાં ઘી પડ્યુ હતું. તેઓ માની જતા ઉમેદવારી ફોર્મ પાછું ખેચવાનો નિર્ણય શૈલેષ ઠાકર દ્વારા લેવાયો હતો. આ મામલે તેમને મીડિયા પણ પોતાનું ફોર્મ પરત ખેંચ્યું છે તેમ જણાયું હતું.

લોકસભા બેઠક પરથી સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર પોતાનું ઉમેદવારીપત્ર પરત ખેંચવાનો નિર્ણય લેવાયો છે. ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજોએ સક્રિય ભૂમિકા ભજવીને બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકરને ફોર્મ પરત ખેંચવા મનાવી લેવાયા હતા. બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર શૈલેષ ઠાકર આજે પોતાનું ફોર્મ પરત ખેંચ્યું. ભારતીય જનતા પાર્ટીમાંથી ટિકિટ ન મળતા નારાજ થયેલા શૈલેષ ઠાકરે ઉમેદવારી નોંધાવી હતી. શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ અને ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી દ્વારા શૈલેષ ઠાકર સાથે બેઠક યોજી સમજાવટ કરવામાં આવી હતી. તે બાદ શૈલેષ ઠાકર આજે પોતાનું ફોર્મ પરત ખેંચવાનો નિર્ણય લીધો હતો.

આ પણ વાંચો : શહેરાના ધાધલપુર ગામે સામાન્ય બાબતે માતા-પુત્રએ 30 વર્ષિય યુવાનનુ ગળુ દબાવી હત્યા કરતા ચકચાર

નોંધનીય છે કે, બહુજન સમાજ પાર્ટીમાંથી ઉમેદવારી ફોર્મ ભર્યા બાદ તેમને હાલની રાજકીય પાર્ટીઓ દ્વારા જાતિ આધારિત મેરીટ પ્રમાણે ટિકિટોની ફાળવણી કરવામાં આવે છે. જે લોકશાહીના મૂલ્યોને વિપરીત છે. ઓછા ભણતર ધરાવતા ઉમેદવારો અને જાતિ આધારિત મેરીટ ધરાવતા ઉમેદવારોને ટિકિટો આપવામાં આવે છે. તેવી માગ કરી હતી. જોકે આ હવે ફોર્મ પરત ખેંચી લેતા તેઓ પુનઃ ભાજપના ઉમેદવારનું સમર્થન કરશે. તેમ જણાવ્યું હતું.