ગોધરાના બામરોલી લક્ષ્મીનગર સોસાયટીના સાઈડ ઉપરથી 60 સેન્ટીંગ પ્લેટોની ચોરી

ગોધરા,

ગોધરા તાલુકાના બામરોલી લક્ષ્મીનગર સોસાયટીની ક્ધસ્ટ્રકશન સાઈડ ઉપરથી સેન્ટીંગની 60 પ્લેટો કિંમત 35,000/-રૂપીયાની ચોરી કરી જતાં ફરિયાદ નોંધાઈ.

પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના બામરોલી લક્ષ્મીનગર સોસાયટીમાં ગોવિંદભાઈ પાલાભાઈ મેધવાલની ક્ધસ્ટ્રકશન સાઈડ ચાલતી હોય આ સાઈડ ઉપરથી કોઈ ચોર ઈસમોએ સેન્ટીંગની નાની મોટી પ્લેટો નંગ-60 કિંમત 35,000/-રૂપીયાની ચોરી કરી જતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.