- 2021-22માં શરૂછ કરેલ રસ્તાની કામગીરી બે વર્ષ જેવા સમયે પણ અધુરી.
- કોન્ટ્રાકટર અને તાલુકા અને જીલ્લાના અધિકારીઓની મીલીભગતના આક્ષેપ.
- કોન્ટ્રાકટર દ્વારા રસ્તાની કામગીરી પુરી નહિ કરતાં નિયમ મુજબ બ્લેક લીસ્ટ કરવા માંગ.
ગોધરા,ગોધરા તાલુકાના છારીયા ગામે આશાપુરા દુધ ડેરીથી માધ્યમિક શાળા થી સ્મશાન સુધી જોડતા રસ્તાનું કામ વર્ષ 2021-22માં શરૂ કરવામાં આવ્યું હતું. રસ્તાની કામગીરી જય ભવાની ક્ધટ્રકશનને સોંપવામાંં ાવી હતી. સમય મર્યાદા પુરી થઈ હોવા છતાં બે કિ.મી.ના રસ્તાની કામગીરી અધુરી પડી છે, પરંતુ કોન્ટ્રાકટર અને તાલુકા અને જીલ્લાના અધિકારીઓની મીલીભગતને લઈ કોઈપણ કાર્યવાહી કરાતી નથી. ગ્રામજનોને રસ્તાના અભાવે મુશ્કેલીઓ વેઠવી પડે છે.
ગોધરા તાલુકાના છારીયા ગામની આશાપુરા દુધ ડેરી થી માધ્યમિક શાળા અને સ્મશાન સુધી જોડતા બે કિ.મી. રસ્તાની કામગીરી જય ભવાની ક્ધટ્રકશનને સોંપવામાં આવી હતી. આ રસ્તો બનાવવા માટે 2021-22માં શરૂઆત કરાઈ હતી. રસ્તાની કામગીરી સોંપવામાં આવી તે જય ભવાની ક્ધટ્રકશનની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં હજી રસ્તાની કામગીરી પુરી થઈ નથી. છારીયા ગામનો બે કિ.મી.નો રસ્તો મુખ્યમંત્રી સડક યોજનામાં મંજુર કરાયો હતો. માત્ર બે કિ.મી.નો રસ્તો બે વર્ષ જેવા લાંબા સમયગાળામાં પુરો થઈ શકયો નથી. પરંતુ કોન્ટ્રાકટર અને તાલુકા કચેરી, જીલ્લા કચેરીઓના અધિકારીઓની મીલીભગત અને સાંઠગાંઠને લઈ કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ નથી. ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે, કોન્ટ્રાકટર અને અધિકારીઓ બન્ને ભાગમાં કામ કરી રહ્યા હોય તો કામ પૂર્ણ થઈ ગયું હોત રસ્તો બનાવવાની સમય મર્યાદા પુરી થઈ ગઈ હોવા છતાં જ્યારે માત્ર બે કિ.મી.ના રસ્તાની કામગીરી અધુરી છે. ત્યારે કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરીને આ કોન્ટ્રાકટરને બ્લેક લીસ્ટમાં નાખવામાં આવે તેવો સરકારી નિયમ છે પરંતુ આ કોન્ટ્રાકટર વિરૂદ્ધ કાર્યવાહી કરાતી નથી. બે વર્ષ જેટલા લાંબા સમયથી રસ્તાની કામગીરી અધુરી પડેલ હોય જેને લઈ ગ્રામજનોને દુધની ડેરી ઉ5ર દુધ ભરવા જવામાં તેમજ શાળામાં જતાં બાળકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ત્યારે છારીયા ગામનો મુખ્યમંત્રી સડક યોજનાના રસ્તાની કામગીરી પુરી કરવા માટે કોન્ટ્રાકટર સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.