ગોધરા તાલુકાના કંકુ થાંભલા ગામે કારેલીના બિયારણના 30 રૂપીયા આપવાનુંં ભુલી ગયેલ યુવકને કારના બોનેટ ઉપર બાંધીને ફેરવતા બે ઈસમોની ધરપકડ કરાઈ

ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે 30 રૂપીયા જેવી રકમ માટે દુકાનદારો યુવકને ચોર સમજીને કારના બોનેટ ઉપર દોરડા વડે બાંધી જાહેરમાં ફેરવ્યો હતો. એટલે નહિ અટકતા દુકાનદાર સહિત બે ઈસમો દ્વારા યુવકને ઢોરમારતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ બાબતે યુવકે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંંધાવતા પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે.

ગોધરા તાલુકાના કંકુથાંભલા ગામે રોડ ઉપર આવેલ બિયારણની દુકાન ઉપર કારેલીનું બિયારણ લેવા માટે દુકાન ઉપર ગયો હતો. યુવક ભુલથી કારેલીના બિયારણના 30 રૂપીયા આપવાનું ભુલી ગયો હતો. જેથી દુકાનદાર ગણપતસિંહ લક્ષ્મણસિંહ પરમાર ચોર ચોરની બુમો પાડતા યુવક ડરી ગયો હતો. દુકાનદારને 30 રૂપીયા આપી દીધા હતા. તેમ છતાં ચોર ચોરની બુમો પાડતા યુવક ડરને લઈ ભાગવાની કોશીષ કરતો હોય ત્યારે દુકાનદાર ગણપસિંહ પરમાર, મનુભાઇ દેવરાજ ચારણ તથા બીજા એક વ્યકિતએ પકડીને યુવકને દુકાન પાસે બેસાવડી દીધો હતો અને દુકાનદાર અને અન્ય બે ઈસમોએ દુકાન આગળ મુકી રાખેલ ફોર વ્હીલના બોનેટ ઉપર યુવકને હાથેપગે દોરડા વડે બાંધી માર માર્યો હતો અને બોનેટ ઉપર બેસાડીને જાહેરમાં ફેરવ્યો હતો.

આ ધટના સમયે કોઇ વ્યકિત દ્વારા ગોધરા તાલુકા પોલીસને જાણ કરતાંં પોલીસ દોડી આવી હતી અને યુવકને પોલીસ મથકે લઈ ગઈ હતી અને પુછપરછ કર્યા બાદ પોલીસ મથકે દુકાનદાર ગણપતસિંહ પરમાર, મનુભાઇ દેવરાજભાઇ ચારણ અને અન્ય ઈસમ સામે ગુનો નોંધી બે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે.