ગોધરા તાલુકાની જુનીધરીના આરોપી ઈસમે સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ શારીરિક શોષણ કરેલ હોય અને અન્ય આરોપીની મદદગારી કર્યાની ફરિયાદ કાંકણપુર પોલીસ મથકે નોંધાતા આરોપીઓને ઝડપી પાડી જયુડિ.કસ્ટડીમાં મોકલી આપેલ હતો અને આરોપી મુકેશ માછીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી મુકેલ હોય તેની સુનાવણી હાથ ધરતા આરોપીની જામીન અરજી નામંજુર કરાઈ હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા તાલુકાના જુનીધરી ગામે રહેતા આરોપી અનીલભાઈ ઈશ્વરભાઈ માછી અને મુકેશભાઈ દિનેશભાઈ માછીએ સગીરાને બાઈ ઉપર બેસાડીને અનીલભાઈ ધરે લઈ ગયો હતો અને સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર કરેલ હોય અને આરોપી મુકેશ માછીએ સગીરાને છેડતી કરી હતી બે વ્યકિતઓ છોડાવવા જતાં તેમની સાથે આરોપી ઈસમો મારામારી કરી આ બાબતે કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે બંને આરોપીને ઝડપી પાડીને જયુડિશીયલ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા. આરોપી મુકેશ દિનેશભાઈ માછીએ કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી દાખલ કરેલ હતી. આ જામીન અરજી ચોથા એડિ.સેશન્સ જજ આર.જે.પટેલની કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ રાકેશ એસ.ઠાકોરની વિગતવાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજુર કરવામાં આવી હતી.