ગોધરા જાફરાબાદ ગોવિંદ રોડ ઉપર આવેલ ચિલ્ડ્રન હોમમાંથી 16 વર્ષિય સુતારીયા ગામ તા.બાલાસિનોરના સંસ્થામાંથી જાળી ખુલ્લી જોઈ ગેલેરીના પાછળના ભાગેથી કુદી કહ્યા વગર કયાંક ચાલ્યા જઈ અથવા અપહરણ કર્યા અંગેની ફરિયાદ એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગોધરા જાફરાબાદ વિસ્તારમાં આવેલ ચિલ્ડ્રન હોમમાંથી શિવરાજ રાજુભાઈ રાવળ(ઉ.વ.16, રહે.સુતારીયા, ગામ બાલાસિનોર)તા.19 ઓગસ્ટના રોજ ચિલ્ડ્રન હોમ સંસ્થાના મુખ્ય દરવાજાની જાળી ખુલ્લી જોઈ ગેલેરીના પાછલા ભાગેથી દિવાલ કુદી કોઈને કહ્યા વગર કયાંક ચાલ્યા જઈ અથવા તો અપહરણ કરી ગયેલ હોવાની ફરિયાદ ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે નોંધાવવા પામી છે.