ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત ગુજરાત પ્રવાસે, મા જંગદબાના દર્શન કર્યા

જૂનાગઢ, ગોવાના મુખ્યમંત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. મુખ્યમંત્રી પ્રમોદ સાવંત પરિવાર સાથે જૂનાગઢ પંહોચ્યા. જૂનાગઢના રાજકીય અગ્રણીઓએ ગોવાના મુખ્યમંત્રીનું ભાવભર્યું સ્વાગત કર્યું. મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વત પર અંબાજીના દર્શન કર્યા હતા. અંહી તેમણે પરીવાર સાથે રોપ વે સવારીનો આંનદ માણ્યો. ગિરનાર પર્વત પર જઈ મા જગદંબાના દર્શન કરી પૂજા અર્ચના કરી. સાથે ભગવાન દત્તાત્રેયના પણ દર્શન કરી જૂનાગઢ તાલુકાનાં બામણગામ નજીક આવેલ નોબેલ યુનિવર્સીટીની મુલાકાત લેશે

પ્રમોદ સાવંત ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા છે. ગોવા ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટાયા બાદ મુખ્યમંત્રી તરીકે પ્રમોદ સાવંતે બીજીવાર શપથ લીધા હતા. ૪૮ વર્ષીય પ્રમોદ સાવંત ઉત્તર ગોવાના સાંખલિમ બેઠક પરથી ધારાસભ્ય ચૂંટાયા છે. મનોહર પરકરના નેતૃત્વમાં તેઓ વિધાનસભાના અધ્યક્ષ તરીકે રહી ચૂકયા છે. ગોવાના દિવંગત મુખ્યમંત્રી મનોહર પરકરના અવસાન બાદ સાવંતે માર્ચ ૨૦૧૯માં પ્રથમ વખત ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. પ્રમોદ સાવંતે હાલ ગુજરાત પ્રવાસે જૂનાગઢ ખાતે ગિરનાર પર્વતની મુલાકાત લીધી.