નવીદિલ્હી,
ગોવામાં સીબીઆઈ સામે એક અનોખી સમસ્યા આવી પડી છે. અહીં ચારથી પાંચ અધિકારીઓ પાસે તપાસ માટે ભ્રષ્ટાચારના માત્ર ચારથી પાંચ જ કેસ છે. ગોવા સીબીઆઈ એસપી આશિષ કુમારનું કહેવું છે કે પાછલા પાંચ વર્ષમાં અમને અહીં લાંચખોરી અથવા આવક કરતાં વધુ સંપત્તિની એક પણ ફરિયાદ મળી નથી જેનો મતલબ સાફ છે કે ગોવામાં કોઈ પ્રકારનો ભ્રષ્ટાચાર નથી !
તેમણે કહ્યું કે ગોવામાં કોઈ ભ્રષ્ટ ગતિવિધિ અંગે ક્યારેય કોઈ ફોન આવ્યો નથી જેમાં મારે હસ્તક્ષેપ કરવો પડ્યો હોય. ન તો ક્યારેય જનતાથી કે ન તો ક્યારેય મીડિયા તરફથી કોઈ ફરિયાદ કરવામાં આવી. ગોવામાં કોઈ ભ્રષ્ટાચાર છે જ નહીં એટલા માટે અહીં અમારી જરૂર હોય તેવું લાગતું નથી.
આ પહેલાં મીડિયા સાથે વાત કરતાં એસપી આશિષકુમારે કહ્યું કે પાછલા એક વર્ષમાં અમે માત્ર ત્રણ કેસ નોંયા છે જેમાં બે કેસ કેનેડા બેક્ધમાં લોન છેતરપિંડી સાથે જોડાયેલા છે તો એક કેસ આવક કરતાં વધુ સંપત્તિ રાખવાનો છે. પાછલા ચાર વર્ષમાં અમને લાંચની એક પણ ફરિયાદ મળી નથી. છેલ્લી ફરિયાદ અમને ૨૦૧૮માં મળી હતી. આવામાં અમે કહી શકીએ કે ગોવામાં રામરાજ્ય આવી ગયું છે.