જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં ફી વધારા મુદ્દે વિરોધ, એનએસયુઆઇ કાર્યર્ક્તાઓની ટીંગાટોળી કરી અટકાયત

ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજો જેટલી જ રાખવામાં આવશે એવી જાહેરાત બે વર્ષ અગાઉ સામે સરકારે ઊલટો નિર્ણય કરીને જીએમઈઆરએસ સેમી ગવર્નમેન્ટ કોલેજની ફીમાં એકાએક ૫૦ ટકાથી વધુના ઝીકાયેલા ભાવ વધારા સામે આંદોલન શરૂ કરાયું છે. એનએસયુઆઈના કાર્યર્ક્તાઓ દ્વારા ફી મુદ્દે કોલેજના ડીન રજુઆત કરી હતી અને ડીન ઉપર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. સમગ્ર ઘટના બાદ પોલીસ કાફલો કોલેજમાં દોડી આવ્યો હતો. ૧૦થી વધુ એનએસયુઆઈના કાર્યર્ક્તાઓની અટકાયત કરી હતી.

જેમાં પ્રાથમિક તબક્કે જીએમઈઆરએસના ડિરેક્ટરને આવેદન પત્ર આજે સુપ્રત કરવામાં આવ્યું હતું. આવેદન પત્રમાં રજૂઆત કરવામાં આવી હતી કે ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે અન્ય રાજ્યમાં જવું ન પડે તે માટે સરકારે ૨૦૧૦માં ૧૩ જિલ્લામાં એમબીબીએસ અને પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્સ માટે જીએમઈઆરએસ મેડિકલ કોલેજો શરૂ કરી છે. ત્યારે ગત ૨૮મી જૂને ૧૩ મેડિકલ કોલેજોમાં રાતોરાત ફી વધારી દેવામાં આવી છે, તો આ ફી વધારો તાત્કાલિક ધોરણે પરત ખેંચી લેવામાં નહીં આવે તો જલદ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજ જેટલી જ કરવાની કેન્દ્ર સરકાર દ્વારા બે વર્ષ અગાઉ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ખાનગી મેડિકલ કોલેજની ૫૦ ટકા સીટ પર સરકારી મેડિકલ કોલેજ જેટલી જ ફી રાખવામાં આવશે. અંદાજિત બે વર્ષ અગાઉ કેન્દ્ર સરકાર દ્વારા કરાયેલી જાહેરાત મુજબ ખાનગી મેડિકલ કોલેજોની ફી સરકારી મેડિકલ કોલેજોની કરવાના બદલે રાજ્ય સરકાર દ્વારા એકાએક ઉલટો નિર્ણય લેવાયો છે.

જીએમઈઆરએસ સેમિ ગવર્મેન્ટ કોલેજની ફીમાં એકાએક ૫૦ ટકાથી વધુનો વધારો જીતી દેવાયો છે. જોકે થોડા દિવસ અગાઉ જ સરકારે એક મોટો નિર્ણય જાહેર કર્યો હતો કે ગરીબ અને મયમ વર્ગના વિદ્યાર્થીઓને આ અંગેનો લાભ મળશે રાજ્ય સરકારે ખાનગી કોલેજમાં અડધી સીટો પર સરકારી મેડિકલ કોલેજો જેટલી જ ફી લેવાશે તેવું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.