જૂનાગઢમાં ગિરનાર પર્વત પર વાતાવરણમાં પલટો આવ્યો છે.વરસાદી વાતાવરણ અને ભારે પવનને કારણે હાલ પર્વત પર રોપ-વે સેવા બંધ કરાઇ છે..જો કે વાતાવરણ અનુકુળ થતાં રોપ-વે સેવા ફરી શરૂ કરાશે.
જૂનાગઢના ગિરનારમાં હાલ પવનની ગતિ તેજ છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તીવ્ર ગતિના પવનમાં રોપ વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે પવનની ગતિ ખુબજ વધી જાય તેવા સમયે અને ખરાબ વાતાવરણના સમયે રોપ વે સેવા સ્થગિત કરાતી હોય છે.. જે અંતર્ગત હાલ પ્રવાસીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને રોપ વે સેવા બંધ કરવામાં આવી છે. પવનની ગતિ સામાન્ય થતાં ફરી રોપ સેવા પૂર્વવત કરાશે.