ગીર સોમનાથની ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો, ૪૯ પોલીસ કર્મચારીના ટ્રાન્સફર ઓર્ડર છૂટયા

ગીર સોમનાથ, ગીર સોમનાથ જિલ્લામાં પોલીસના તોડકાંડ ઉઘાડો પાડયા બાદ હડકંપ મચી ગયો હતો. મળતિયાઓ મારફતે ઉનામાં પ્રવાસીઓનો તોડ થયો હોવાનું સામે આવ્યું હતું. દીવથી આવતા પ્રવાસીઓ પાસે ધમકીથી ઉધરાણાનો પર્દાફાશ થયા બાદ આ ઉના ચેકપોસ્ટ તોડકાંડના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. પોલીસની આબરૂ ધૂળધાણી થયા બાદ જિલ્લા પોલીસ વડાએ પોલીસ કર્મચારીની બદલીનો ઘણવો કાઢ્યો છે. એસપી દ્વારા પોલીસ કર્મચારી અને એએસઆઇની અન્ય જગ્યા પર બદલી કરવામાં આવતા હાલ આ બદલી જિલ્લા ભરમાં ચર્ચાના એરણે ચડી છે.

મોટા ભાગના કર્મચારીને ઊનાથી કોડીનારમાં બદલી કરી ફરજ સોંપવામાં આવી છે. જ્યારે કોડીનારના મોટાભાગના પોલીસ કર્મચારીને ઉના તાલુકા પોલીસ મથકમાં નિમણૂક અપાઈ છે. નોંધનિય છે કે આ મામલે ઉનાના પીઆઇ એએસઆઇ અને વચેટિયા વિરૂદ્ધ એફઆઇઆર કરાઈ હતી.પીઆઇ એન.કે.ગોસ્વામી વિરૂદ્ધ ફરિયાદ બાદ વચેટિયા નિલેશ તડવીની ધરપકડ કરાઈ છે. બાદ ૩૦મી ડિસેમ્બરે એસીબીએ ઉના પોલીસે ખાનગી વ્યક્તિની ધરપકડ કરી હતી. બાદમાં આ આકરી કાર્યવાહી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ ગીર સોમનાથના ઉનાના પીઆઇના ક્વાર્ટર્સને સીલ કરાયુ હતું. એસીબીની ટીમે ઉના પોલીસ લાઈનમાં આવેલા ક્વાટર્સને સીલ કર્યુ હતું. જ્યારે દીવ ચેકપોસ્ટ ઉપર તોડકાંડનો મામલો બહાર આવતા પીઆઇ અને એએસઆઇ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા.