ગીર-સોમનાથના દરિયા કિનારેથી ૭૨ લાખની કિંમતનું ચરસ ઝડપાયું

ગુજરાતના ગીર સોમનાથના દરિયા કિનારેથી મોટા પ્રમાણમાં ચરસનો જથ્થો ઝડપાયો. જપ્ત કરાયેલ ચરસના જથ્થાની કિમંત અંદાજે ૭૨ લાખ હોવાનું મનાય છે.એસઓજી દ્વારા દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન દરમ્યાન બિનવારસી ચરસ મળી આવ્યું.

રાજ્યનો દરિયાકાંઠો સૌથી વિશાળ છે. પરંતુ દરિયાકાંઠાની વિશાળતાનો ગેરલાભ ઉઠાવવામાં આવી રહ્યો છે. ગુજરાતના દરિયાકાંઠો ડ્રગ્સનું પ્રવેશ દ્વાર બની રહ્યો છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દરિયાઈ માર્ગે ડ્રગ્સની હેરાફેરી થઈ હોવાના અનેક કિસ્સા સામે આવ્યા છે. કેટલીક વખત સર્ચ ઓપરેશન અથવા તો કયારેક નેવી સેના અથવા તો નાર્કોટિસ વિભાગને કોઈ બાતમી મળતા ડ્રગ્સના જથ્થો અને ડ્રગ પેડલરોને પકડવામાં આવે છે.

તાજેતરમાં એસઓજી દ્વારા દરિયા કિનારા પર રાબેતા મુજબ સર્ચ ઓપરેશન કરતાં ૧૪૫૪ ગ્રામ માત્રાનું ચરસ મળી આવ્યું. આ ચરસ બિનવારસી છે પોલીસે ૭૨ લાખની કિમંતના ચરસના જથ્થાને જપ્ત કરી આ કોણે મંગાવ્યું તેમજ કયા ડ્રગ પેડલરોને આ પાર્સલ કરવાનું હતું તે બાબતોને લઈને તપાસ હાથ ધરશે.